તાઉ-તે વાવાઝોડાને કારણે ઘણા ખેડૂતોના ઉભા પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જયારે આ કોરોના કાળમાં વેપારીઓ અને ખેડૂતોને ખુબ જ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે મોરબીમાં આવેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અને કોરોનાના સંક્રમણ વચ્ચે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જયારે તાઉ-તે વાવાઝોડાને કારણે ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યું છે. ત્યારે દિવસેને દીવસે જગતના તાતની હાલત ખુબ જ કફોડી બનતી જાય છે. તો અમુક ખેડૂતો આ મુશ્કેલીને કારણે કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લે છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીથી સામે આવી છે.
મોરબી જીલ્લાના હળવદના અજીતગઢ ગામમાં જગતના તાતે પોતાના અંદર રહેલી વેદના સાથે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. મળતી માહિતી અનુસાર અજીતગઢ ગામમાં રહેતા રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા નામના ખેડૂતે નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું.
આ ખેડૂતે આર્થિક પરિસ્થિતિથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ખેડૂત પાસે ખેતી કરવા માટે રૂપિયા ન હોય અને આર્થિક પરિસ્થિતિને કારણે નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. જ્યારે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટ પરથી ખેડૂતના જીવનના કારણો બતાવવા માટે કાફી હતી. હાલમાં જ હળવદ પોલીસે આ સુસાઈડ નોટને કબ્જે કરી લીધી છે. જયારે ખેડૂતના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડીને હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડૂતે સુસાઈડ નોટમાં લખી હતી હૃદયદ્રાવક વેદના:
ખેડૂતે સુસાઈડ નોટમાં લખ્યું, ‘હે અલખધણી મારા જેવું દુ:ખ કોઈને ન દેતો, કાકા તમે મને માફ કરી દેજો, તમને નીરાધાર મૂકીને હું ચાલ્યો ગયો તમે બધાય લોકોને હિમ્મત આપજો… બા મને માફ કરી દેજો હું તમારો ગુનેગાર છુ…, તમે મજૂરી કરીને મોટો કર્યો પણ મેં તમને આવું દુખ દીધું… ઉત્સવ બેટા બધાયને હિંમત આપજે, બધાયનું ધ્યાન રાખજે… મોટા ભાઈ તમે કીષાનું ધ્યાન રાખજો… ભાભી મારી દીકરી કીષાને લાડકોડથી સાચવજો…
નેન્સી બેટા મને માફ કરજે હું તને ન ભણાવી શક્યો બેટા મને માફ કરી દેજે…., સના મને માફ કરજે મારી દીકરી હું તને ન ભણાવી શક્યો… કનીર હુ તને ભૂલી શકુ એમ નથી દીકરા તારા કોડ પણ મે પુરા ન કર્યા…, તારૂં અને મારૂં આટલું જ લેણું હતું….
હે ઈશ્વર જીવતા મારી પ્રાર્થના નથી સાંભળી પણ મરતા મરતા પ્રાર્થના કરી રહ્યો છું મારા દીકરાની લાજ રાખજે… હે ઈશ્વર, હે પ્રભુ મારી આટલી પ્રાર્થના સાંભળજે આ ફાયટું એનું થીગડું તું જ મારી શકીશ… હે અલખધણી મારા દીકરાની લાજ રાખજે….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.