સોનુ સૂદને મળવા માટે આતુર ચાહક બિહારથી સાયકલ લઈને નીકળી પડ્યો, અભિનેતાએ કોલ કર્યો અને કહ્યું કે… 

કોરોના સંક્રમણ તથા લોકડાઉનના સમય દરમિયાન અનેક ગરીબ લોકોની મદદ કરીને અભિનેતા સોનુ સૂદ મસીહા બની ગયો છે. લાખો લોકો આજે પણ સોનુ સૂદ પાસે…

કોરોના સંક્રમણ તથા લોકડાઉનના સમય દરમિયાન અનેક ગરીબ લોકોની મદદ કરીને અભિનેતા સોનુ સૂદ મસીહા બની ગયો છે. લાખો લોકો આજે પણ સોનુ સૂદ પાસે મદદ માંગી રહ્યાં છે તથા સોનુ સુદ બધાં લોકોને જવાબ પણ આપી રહ્યો છે.

આ જ કારણ છે કે, રિયલ લાઈફના આ હીરોને મળવા માટે તેનો એક ફેન બિહારથી મુંબઇ સાઈકલ પર નીકળી પડ્યો છે. અરમાન નામનો આ ફેન અંગે જ્યારે સોનુ સૂદને જાણ થઈ તો તેણે એની માટે મુંબઈની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી દીધી હતી એવું જાણવા મળી રહ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે, સોનુ સુદે એના ફેન અરમાન સાથે વાતચીત કરીને કહ્યું કે, જો તમે આવું ન કરો. તમે મને મળવા માંગો છો જરૂર મળો પણ આ રીતે નહીં. સોનુ સુદે જણાવ્યું કે, વારાણસી પહોંચી ચૂક્યો હતો. મૈં તેને મનાવીને મુંબઈ આવવા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દીધી હતી. તેને રોકાવા માટે હોટલનો બંદોબસ્ત પણ કરી આપ્યો હતો. જો હું તેના માટે આટલો ખાસ છું તો હું પણ એની માટે આટલું તો કરી જ શકું છું.

અરમાનની સાથે તેની સાઈકલ પણ આવશે મુંબઈ :
ખાસ વાત તો એ છે કે, અરમાનની સાથે એની સાઈકલ પણ મુંબઈ આવી રહી છે. સોનુ સૂદ અરમાન તેમજ એની સાઈકલને પરત મોકલવા માટે પટનાની ફ્લાઈટ પણ બુક કરાવી દીધી છે. સોનુ જણાવે છે કે, સાઈકલથી તેને એટલો પ્રેમ છે તો એને અધવચ્ચે કેવી રીતે છોડી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *