IT વિભાગની રેડ બાદ વધુ સક્રિય થયા સોનું સૂદ? AAPના નેતાઓ સાથે ખાનગી હોટલમાં કરી બેઠક

ગુજરાત(Gujarat): કોરોના(Covid-19)ની મહામારી દરમિયાન સોનુ સૂદે(Sonu Sood) હજારો જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી. સોનું સૂદને ફિલ્મો કરતા તેના સેવાકિય કાર્યો દ્વારા ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. લોકોની મદદ કરીને તેણે લોકોના દિલમાં સ્થાન લઇ લીધું છે. ત્યારે હવે તે રાજકીય કારકિર્દી(Political career) શરૂ કરી શકે છે તેવું લાગી રહ્યું છે. તેણે થોડા સમય પહેલા દિલ્હીમાં આપ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હવે તેણે ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ સાથે મુલાકાત કરી છે. મળતી માહિતી અનુસાર તેણે અમદાવાદ(Ahmedabad)ની ખાનગી હોટેલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી છે.

આપણે સૌ જાણીએ છીએ કે, અભિનેતા સોનુ સુદ કોરોનાકાળથી ખૂબ જ ચર્ચામાં છે, પહેલા સોનું સૂદ તેના સેવાકિય કાર્યો દ્વારા ચર્ચામાં હતો, પછી તેણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. તના લીધે તે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની બેઠક પછી તેની ઓફિસ અને ઘરમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. ત્યારે પણ તે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે હવે સોનું સૂદે અમદાવાદમાં આપ નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ વચ્ચે અટકળો શરૂ થઈ ગઈ છે કે, તે ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે અને તે રાજકારણી તરીકે પોતાની નવી કારકિર્દીની શરૂઆત કરી શકે છે.

સોનુ સુદ પર લાગ્યો છે ટેક્સ ચોરીનો આરોપ:
અભિનેતા સોનુ સૂદ પર આવકવેરા વિભાગના દરોડા બાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ કહ્યું છે કે તેમની સામે 20 કરોડ રૂપિયાથી વધુની કરચોરીનો કેસ પ્રકાશમાં આવ્યો છે. CBDT એ કહ્યું છે કે અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં સર્ચ દરમિયાન કરચોરી સાથે જોડાયેલા ગુનાહિત પુરાવા મળ્યા છે. સીબીડીટીએ કહ્યું કે અભિનેતાએ બોગસ સંસ્થાઓ પાસેથી બોગસ અને અસુરક્ષિત લોનના રૂપમાં બિનહિસાબી નાણાં જમા કરાવ્યા હતા.

આવકવેરા વિભાગે જણાવ્યું કે, સૂદ એફસીઆરએ કાયદાના ઉલ્લંઘનમાં ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિદેશી દાતાઓ પાસેથી 2.1 કરોડ એકત્ર કર્યા છે. CBDT એ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગે મુંબઈમાં અભિનેતાના વિવિધ પરિસરમાં અને માળખાકીય વિકાસમાં રોકાયેલા લખનૌ સ્થિત ઓદ્યોગિક ક્લસ્ટરમાં દરોડા અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. સીબીડીટી અનુસાર, મુંબઈ, લખનઊ, કાનપુર, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિત કુલ 28 પરિસરમાં સતત ત્રણ દિવસ દરોડા પાડવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ટીમને તપાસ દરમિયાન લગભગ 20 કરોડની કરચોરીની જાણકારી મળી છે. તપાસ દરમિયાન આવકવેરા વિભાગની ટીમે 1 કરોડ 8 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે, જ્યારે 11 લોકરો પણ મળી આવ્યા છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે, આવકવેરા વિભાગને આ દરોડામાં મોટી કરચોરીના મજબૂત પુરાવા મળ્યા હતા. ટેક્સ મેનિપ્યુલેશન સોનુ સૂદના પર્સનલ ફાઇનાન્સ સાથે સંબંધિત છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફિલ્મોમાંથી મળતી ફીમાં પણ મોટી કર ભૂલ જોવા મળી હતી. આ અનિયમિતતાઓ બાદ હવે આવકવેરા વિભાગ સોનુ સૂદના ચેરિટી ફાઉન્ડેશનના ખાતાઓની પણ તપાસ કરી રહ્યો હતો. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અભિનેતાએ તેની બિનહિસાબી આવક નકલી કંપનીઓ દ્વારા ફગાવી દીધી છે. અત્યાર સુધીની તપાસમાં ટીમને 20 નકલી એન્ટ્રીઓ મળી આવી હતી.

દરોડા પછી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ બાબતે ટ્વિટ કર્યું હતું કે સત્યના માર્ગ પર લાખો મુશ્કેલીઓ છે, પરંતુ વિજય હંમેશા સત્યનો જ થાય છે. સોનુ સૂદ સાથે ભારતના તે લાખો પરિવારોના આશીર્વાદ છે જેણે આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *