કોરોનાને લીધે લોકડાઉન થયું છે ત્યારથી સોનુ સૂદ અનેક પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને મસીહા બની ગયો છે ત્યારે હાલમાં જ મુંબઈમાં આવેલ ઓશિવારા વિસ્તારમાં પુરઝડપે જઈ રહેલ મર્સીડીઝ બેન્ઝથી 19 વર્ષનાં સતીશ ગુપ્તા નામના યુવકનું મોત નીપજ્યું હતું.
આ યુવક એક ફૂડ ડિલીવરી કંપનીમાં કામ કરી રહ્યો હતો. યુવકનું અચાનક મોત થઈ જવાંથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આવાં સમયમાં અભિનેતા સોનુ સૂદે સતીશ ગુપ્તાના પરિવારનો સંપર્ક કરીને તેમની સાથે વાતચીત કરીને તેમને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
સોનુ સૂદે સતીશના પરિવારની શક્ય એટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. આની સાથે જ તેના પરિવારથી કહ્યું કે, પોલીસ અધિકારીઓથી તે વાત કરશે, જેથી આ મામલે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. ગુરુવારે રાત્રે 3.00 વાગ્યાની આસપાસ યુવક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
હાલમાં વાહનચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આની સાથે જ ઘટનાસ્થળ પરથી કાટમાળ દૂર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત ઓવર સ્પીડને કારણે સર્જાયો છે. આરોપીનું નામ તૌફુર તનવીર શેખ છે. આ અકસ્માતમાં સતીષ ગુપ્તાની સ્કૂટી પણ ઉડી ગઈ હતી.
આપને જણાવી દઈએ કે, અભિનેતા સોનુ સૂદ હંમેશા લોકોની મદદ કરવાં માટે આગળ આવતો હોય છે. લોકડાઉન વખતે તેણે લોકોની મદદ કરીને સેંકડો લોકોને તેમના ઘરે લઈ પહોંચવામાં મદદ કરી હતી. આ ઉદારતાને લીધે સોનુ સૂદને ઘર-ઘરમાં ઓળખ મળી રહી છે.
આની સિવાય તબીબી કર્મચારીઓને રહેવા માટે સોનુ સૂદે જુહુની પોતાની હોટેલમાં સુવિધા કરી આપી હતી. આની સાથે જ મુંબઈના ગરીબો માટે નિયમિત રીતે ભોજનની સુવિધા પણ કરી હતી. સોનુ હમેશાં ટ્વિટર દ્વારા તેના ચાહકોની સાથે જોડાયેલો રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle