Sonu Sood ને શું ટ્રેનમાં સ્ટંટ કરવા પડી ગયા મોંઘા- રેલવે પોલીસે…

ફિલ્મ સ્ટાર સોનુ સૂદ(Sonu Sood) અવાર નવાર સોશિયલ મીડિયા(Social media) પર ચર્ચાનો વિષય બનતા હોય છે. ક્યારેક પોતાની ફિલ્મ માટે, તો ક્યારેક બીજાની મદદ માટે. ત્યારે હવે સોનુ સૂદ ફરી એકવાર ટ્વિટર(Twitter) પર ચર્ચામાં છે. તેનું કારણ છે તેનો લેટેસ્ટ વીડિયો. Sonu Sood એ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેના પર વિવાદ ચાલી રહ્યો છે. લોકો સોનુને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે. સાથે જ તેના વીડિયોને બકવાસ કહેવામાં આવી રહ્યો છે.

હાલમાં જ 13 ડિસેમ્બરના રોજ Sonu Sood એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ચાલતી ટ્રેનના ગેટ પર બેઠેલો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ‘મુસાફિર હૂં યારોં’ ગીત વાગી રહ્યું છે. આ વીડિયો વાયરલ થયો હતો અને લોકોએ Sonu Sood ને આવી હરકત ન કરવાની સલાહ આપી હતી. લોકોએ કહ્યું હતું કે તમે સ્ટાર છો અને આવું કરશો તો ચાહકો પણ અનુકરણના કારણે આવું જ કરશે.

આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. લોકોએ Sonu Sood ને આવું વર્તન ન કરવા કહ્યું. ઘણા રેલવે અધિકારીઓએ પણ Sonu Sood ના ટ્વીટનો જવાબ આપતા તેને સમજાવ્યો હતો.

ત્યારે હવે GRP મુંબઈએ પોતે જ આનો જવાબ આપ્યો છે. GRP મુંબઈએ લખ્યું, ‘Sonu Sood, ટ્રેનમાં ફૂટબોર્ડ પર મુસાફરી કરવી એ ફિલ્મોમાં મનોરંજનનું સાધન બની શકે છે, વાસ્તવિક જીવનમાં નહીં. તમામ સલામતી દિશા નિર્દેશોનું પાલન કરો અને નવા વર્ષની શુભકામનાઓની ખાતરી કરો. જીઆરપી મુંબઈનું આ ટ્વીટ ખૂબ વાયરલ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *