હાલના આધુનિક સમયમાં અનેક નવયુવાનો કઈકને કઈક શોધ કરતાં રહેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક અનોખી શોધને લઈ જાણકારી સામે આવી છે. ટેકનોલોજીમાં દિવસેને દિવસે નવા નવા સ્વરૂપો જોવા મળી રહ્યાં છે ત્યારે ભાવનગરમાં આવેલ જ્ઞાનમંજરી એન્જિનીયરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિનીયરિંગ વિભાગના વિધાર્થીઓ ગોહેલ ધાર્મિક, ગોહિલ શિવભદ્રસિંહ તથા ડેર પાર્થ નામના યુવાનોએ ટચલેસ વોટર ડિસ્પેન્સર મશીન બનાવ્યું છે.
જેમાં અવાજના માધ્યમથી ગરમ અથવા તો ઠંડુ પીવાનું પાણી મેળવી શકાય છે. માત્ર વ્યક્તિના આવાજથી જ મશીન ગરમ અથવા તો ઠંડુ પાણી ગ્લાસમાં ભરી આપશે. જો કોઈપણ વ્યક્તિ આ મશીનની પાસે જઈને બોલશે કે ગરમ પાણી તો મશીન ગરમ પાણી આપશે અથવા તો જો વ્યક્તિ ઠંડુ પાણી બોલશે તો ઠંડું પાણી આપશે.
આની ઉપરાંત વિધાર્થીઓએ વધુ ફીચર્સ પણ ઉમેર્યા છે. જેમ કે, પાણી ત્યારે જ આવશે જયારે નળ નીચે ગ્લાસ હોઈ કે, જેથી પાણીનો બગાડ પણ અટકશે. આની સિવાય આ પ્રોજેકટમાં અલ્ટ્રા સોનિક સેન્સરની મદદથી ગ્લાસ ભરાશે ત્યારે નળમાંથી આવતું પાણી આપમેળે બંધ થઈ જશે.
અલગ-અલગ પ્રકારના સાઉન્ડ દ્વારા વ્યક્તિને જાણ કરવામાં આવશે. આ એક મલ્ટીપર્પઝ પ્રોજેકટ છે કે, જેમાં પાણીને બદલે ચા-કોફી અથવા તો કોઈપણ પ્રવાહીનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રોજેકટ કમ્પ્યુટર એન્જિનીયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રો.પ્રકૃતિ પરમાર તથા હેડ ઓફ ડિપાર્ટમેંટ પ્રોફેસર અમિત મારૂના માર્ગદર્શન હેઠળ ડેવેલોપ કરવામાં આવ્યો છે.
કોરોના કાળમાં પણ આ ઉપકરણ ઉપયોગી:
હાલના સમયમાં જાહેર સ્થળોએ પીવાનું પાણી ઓટોમેટીક મશીન દ્વારા આપવામાં આવે છે. જેમાં વ્યક્તિએ પોતે ગરમ અથવા તો ઠંડા પાણી માટેની સ્વીચ દબાવવી પડતી હોય છે. જે લોકો અભણ અથવા તો આંખ નબળી છે તેને ગરમ તથા ઠંડા પાણી પીવા માટે સ્વીચ ગોતવી મુશ્કેલ પડતી હોય છે.
જેથી હાલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં સ્વીચ એકથી વધુ વ્યક્તિને દબાવવામાં પણ સંક્રમણનું જોખમ વધુ રહેલું છે ત્યારે વિધાર્થીઓ દ્વારા નવું સંશોધન કરવામાં આવ્યું છે. નવયુવાનોની આ અનોખી શોધને લીધે પ્રશંસા થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle