ચાલુ વરસાદે આ વ્યક્તિ પર અચાનક પડી વીજળી. અને પછી… જુઓ વિડીયો

અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક વ્યક્તિ ઉપર વીજળી પડી હતી. આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જે જોઈને દરેક લોકોના હોશ ઉડી જાય છે. કહેવાય છે કે ધોધમાર વરસાદમાં અને વીજળીના કડાકા માં ઘરની બહાર ના નીકળવું કારણકે ખબર નહીં ક્યારે અને કોની ઉપર વીજળી પડે. કુદરતનો કોઈ ભરોસો હોતો નથી કોઈપણ સમયે કઈ પણ થઈ બેસે છે. તને આવી જ એક કરામત અમેરિકાના આ વ્યક્તિ સાથે થઇ હતી. વરસાદી માહોલમાં આ વ્યક્તિએ કુદરતનો સામનો કરી પોતાનો જીવ બચાવ્યો હતો અને આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યો છે.

જેની સાથે આ ઘટના ઘટી હતી તેનું નામ રોમુલસ મૈકલીલ છે. આ વ્યક્તિએ પોતેજ ફેસબુક ની અંદર આ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયોમાં સાફ દેખાય છે કે આ વ્યક્તિ ચાલુ વરસાદે છત્રી લઈને જઈ રહ્યો હતો અચાનક જ વ્યક્તિ ઉપર વીજળી પડે છે. વીડિયોમાં જે રીતે આ વ્યક્તિ પર વીજળી પડે છે તે સાફ દેખાઈ રહ્યું છે અને પૂરેપૂરી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

શાળામાં કાઉન્સિલર તરીકે આ વ્યક્તિ વરસાદ દરમિયાન છત્રી લઈને જઈ રહ્યો હતો. તે સમયે ત્યાં આજુબાજુ કોઈ વ્યક્તિ ન હતા. આ વ્યક્તિ એકલો ને એકલો પસાર થઈ રહ્યો હતો અને અચાનક તેની ઉપર વીજળી પડે છે. ખાસ વાત તો એ છે કે તે છત્રી લઈને જઈ રહ્યો હોય છે અને વીજળી તેની છત્રી સાથે ટકરાય છે અને તે વ્યક્તિ બચી જાય છે.

આ ઘટના બાદ આ વ્યક્તિ ડરીને છત્રી લઈને ઘર તરફ ભાગે છે. જ્યારે લોકોને આ ઘટનાની જાણ થાય છે ત્યારે દરેક લોકો ચોંકી જાય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને બે લાખથી વધારે લોકોએ જોઈ નાખ્યો છે અને ઘણા લોકોએ આ વીડિયો શેર પણ કર્યો હતો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: