શાહરૂખ ખાનને પાકિસ્તાન સેના ની સલાહ,કહ્યું: કાશ્મીરમાં થઈ રહેલાં અત્યાચાર વિરુદ્ધ બોલો….

પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે શાહરુખ ખાનને લઈ નિવેદન આપ્યું છે. શાહરુખે જાસૂસી પર આધારિત વેબ સીરિઝ ‘બાર્ડ ઓફ બ્લડ’નું ટ્રેલર શૅર કર્યું…

પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે શાહરુખ ખાનને લઈ નિવેદન આપ્યું છે. શાહરુખે જાસૂસી પર આધારિત વેબ સીરિઝ ‘બાર્ડ ઓફ બ્લડ’નું ટ્રેલર શૅર કર્યું હતું. આ ટ્રેલર પર ગફૂરે કહ્યું હતું કે,શાહરુખ ખાન ભારત અધિકૃત કાશ્મીરમાં થતાં અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે.

આ છે ગફૂર નું ટ્વીટ:


પાકિસ્તાનના ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશનના ડિરેક્ટર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી હતી, શાહરુખ તમે બોલિવૂડ સિન્ડ્રોમમાં છો. સાચી વાત જાણવા માટે રૉના જાસૂસ કુલભૂષણ જાદવ, વિંગ કમાન્ડર અભિનંદનને જુઓ. ખરી રીતે તો તમારે ભારત દ્વારા અધિકૃત કાશ્મીરમાં થતાં અત્યાચારો વિરુ્દ્ધ બોલવું જોઈએ, જે આરએસએસના નાઝીવાદી હિંદુત્ત્વને કારણે વધ્યો છે.

શું છે ‘બાર્ડ ઓફ બ્લડ’ની વાર્તા:

વેબ સીરિઝ ની વાત આ નામથી આવેલી બુક પર આધારિત છે. આ બુકને લેખક બિલાલ સિદ્દીકીએ લખી છે. 2015માં પબ્લિશ થયેલી આ બુકની વાર્તાને સાત એપિસોડની સીરિઝમાં રજૂ કરવામાં આવી છે. આ સીરિઝ 27 સપ્ટેમ્બર, 2019થી નેટફ્લિક્સ પર આવશે.

શાહરુખ ખાન પ્રોડ્યૂસર છે.

આ સીરિઝને શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝે પ્રોડ્યૂસ કરી છે. લીડ રોલમાં ઈમરાન હાશ્મીમાં જોવા મળશે. આ ઉપરાંત વિનીત કુમાર, સોફિતા ધુલિપાલા, કીર્તિ કુલ્હારી, જયજીત અલાવત તથા રજત કપૂર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *