હવે લગ્નમાં ઘોડાગાડી નહિ પણ છકડાનો ટ્રેન્ડ… સૌરાષ્ટ્રની શાન ગણાતા ‘છકડા’ માં નીકળ્યું ફુલેકું

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે જામનગર(Jamnagar)માં પણ અનેક પરિવારોના આંગણે શુભ લગ્નની શરણાઈઓ અને ઢોલ વાગી રહ્યા છે, ત્યારે આ દરમિયાન…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે જામનગર(Jamnagar)માં પણ અનેક પરિવારોના આંગણે શુભ લગ્નની શરણાઈઓ અને ઢોલ વાગી રહ્યા છે, ત્યારે આ દરમિયાન યજમાન પરિવાર દ્વારા લગ્નના શુભ પ્રસંગને યાદગાર અને અનોખો બનાવવા માટે કઈને કઈ પ્રયાસો કરવામાં અઆવતા હોય છે, જે આપણને સૌને ખબર છે. ત્યારે આવા જ એક અનોખા લગ્ન જામનગરમાં યોજાયા હતા. પરંતુ આ લગ્નમાં હાથીની અંબાડી કે કાઢીયાવાડી ઘોડા તથા લકઝરી કાર નહિ પરંતુ સૌરાષ્ટ્ર(Saurashtra)ની શાન ગણાતા એવા છકડામાં ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. મકરાણી પરિવારના આંગણે ઉજવાયેલા આ શુભ પ્રસંગ જામનગરવાસીઓમાં જબરું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જો વાત કરવામાં આવે તો આવું સૌરાષ્ટ્ર અને કચ્છ(Kachchh) કાઠિયાવાડમાં જ સંભવિત છે.

જો વાત કરવામાં આવે તો જામનગરમાં હાલ ઠંડીના માહોલ વચ્ચે લગ્નની સિઝન બરોબરની જામી છે.આ દરમિયાન ઘોડાગાડી, હાથીની અંબાડી અને મોંઘીદાટ કાર કે ગાડીમાં અત્યાર સુંધી ખૂબ લગ્નના ફુલેકા નીકળતાં તમે જોયા હશે. આ અનોખા લગ્નમાં જામનગરમાં રહેતા રફિકભાઈ સીદીભાઈ મકરાણી શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ખાંડ બજાર નજીક વર્ષોથી છકડા રીપેર કરવાનો અને નવા છકડા બનાવવાનો ધંધો કરે છે અને તેમણે છકડા પ્રત્યે અને પોતાના વ્યવસાય પ્રત્યે ખુબ જ પ્રેમ છે.

જેને કારણે રફિકભાઈએ છકડાનો વટ વધારવા પોતાના પુત્રના લગ્નમાં ફુલેકુ હાથીની અંબાડી કે કાઢીયાવાડી ઘોડા તથા લકઝરી કાર પર નહીં, પરંતુ જે પોતાનો વ્યવસાય અને વ્હાલ એવા છકડામાં ફૂલેકું કાઢ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે પોતાના પ્રિય એવા છકડામાં કઈક અનોખું કરવાનો વિચાર આવ્યા બાદ રફિકભાઈ છકડાનો લાલ, પીળા ફુલથી શણગારી દીધો હતો અને તેમા પોસ્ટર ફોટા લગાવી વરરાજાનું ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. છકડામાં ફુલેકું નીકળતા શહેરના લોકોમાં વિશેષ આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *