Uttarayana પહેલા બજારમાં આવી ખાસ ફીરકી, જે જાતે જ વીટી લેશે કપાયેલી દોર- જાણો કિંમત અને ક્યાંથી મળશે

Uttarayana નજીક આવી રહી છે, મોટાભાગના લોકોને ઉત્તરાયણ તહેવાર ખુબ જ પસંદ છે. નાનાથી લઈને મોટા દરેકને પતંગ ચગાવવાની ખુબ મજા આવે છે. પતંગ ચગાવવામાં પણ લોકોને સૌથી વધુ કંટાળો આવે, એ છે પતંગ ને કિન્ના બાંધવા અને કપાયેલી પતંગની દોરીને વિટવી… તમે પણ જાણતા હશો કે, ઘણા લોકોને કપાયેલી પતંગની દોરી વીટવામાં ખુબ કંટાળો આવે છે. ઘણા લોકો તો પતંગ કપાયા બાદ દોરી વીટવાને બદલે કટકો કરી જવા દે છે. ત્યારે આવા લોકો માટે બજારમાં નવી ફીરકી આવી છે, જે ફીરકીથી આ દરેક લોકોને દોરી વીટવાની માથાકૂટથી છુટકારો મળશે.

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા જોવા મળે છે. કોઈક વિડીયો આપણને ચોકાવી દે છે તો કોઈક વિડીયો હસાવી હસાવી પેટ દુખવી દે છે. તો કોઈક વિડીયો આપણને ઈમોશનલ કરે છે. ત્યારે એક એવો જ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં એક એવી ફીરકીનો વિડીયો સામે આવ્યો છે, જે ફીરકી પતંગ કપાયા બાદ એક બટન દબાવતા જ જાતે દોરી વીટી લેશે.

Uttarayana નજીક આવતા ઘણા લોકો પતંગ અને ફીરકીનો ધંધો ચાલુ કરે છે, પરંતુ આ વખતે એક શખ્સે ઇલેક્ટ્રિક ફીકરી બનાવી નાખી છે. જે ફીરકી પતંગ કપાયા બાદ જાતે જ દોરી વીટી લેશે. આ ફીરકીની કિંમત ૨૪૪૯ રૂપિયા છે, જે તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આ ઇલેક્ટ્રિક ફીકરી bablakites.com વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો. આ ફિરકી Uttarayana ના રસિયાઓ માટે ખૂબ જ લાભદાયક બની શકે છે. ઉત્તરાયણના દિવસે ધાબા પર પતંગ ઉડાડવામાં મશગૂલ પતંગ રસિયાને પતંગ કપાયા બાદ દોરો ફિરકીમાં લપેટવામાં ખુબજ કંટાળો આવે છે. તેવા લોકો માટે આ ફિરકી ખુબજ સારી છે.

આ વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરેન્દ્રનગર_ઓફીસીઅલ નામના પેઝ માંથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે “આળસુ લોકો માટે ખાસ ફીરકી.” આ વિડીયોને 1200 થી વધુ લાઇક મળી છે. લોકો આ વિડીયોને શેર પણ કરી રહ્યા છે. સાથે સાથે મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ ફીરકીથી પતંગ રસિયાઓની મુશ્કેલી આસાનીથી દૂર થશે. આ વીડિયોને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *