રાજકોટ: સૃષ્ટિ રૈયાણીને મળ્યો ન્યાય, કોર્ટે ફટકારી એવી સજા કે સાંભળીને રડી પડ્યો હત્યારો

જેતપુર(Jetpur)ના જેતલસર(Jetalsar)માં સૃષ્ટિ રૈયાણી(Srushti Raiyani)ના હત્યા કેસ(Murder case)માં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. તમને જણાવી દઇએ કે, જેતલસર ગામે…

જેતપુર(Jetpur)ના જેતલસર(Jetalsar)માં સૃષ્ટિ રૈયાણી(Srushti Raiyani)ના હત્યા કેસ(Murder case)માં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. તમને જણાવી દઇએ કે, જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરી નખાઇ હતી. આ સાથે જ વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ આરોપીએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતાં. જે મામલે એડીશનલ સેસન્સ કોર્ટે આજે મહત્વ પૂર્ણ ચૂકાદો આપ્યો છે. જેમાં આરોપીને મૃત્યું દંડની સજા ફટકારી છે. તેમજ હત્યાનાં પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ, પોક્સો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ ફટકાર્યો છે.

જેતપુર તાલુકાના જેતલસર ગામની વ્હાલી દીકરી સૃષ્ટી રૈયાણીની વર્ષ ૨૦૨૧મા હિચકારી હત્યા કરવામા આવેલ જેનો કેસ જેતપુર સેશન્સ કોર્ટમા ચાલી જતા નામદાર કોર્ટે આજે સિમાચિન્હ રૂપ ચુકાદો આપીને હત્યાના આરોપીને ફાંસીની સજા સંભળાવીને વ્હાલી દીકરી સૃષ્ટી રૈયાણીને ખરા અર્થમા શ્રધ્ધાંજલી અર્પેલ છે.

આ હત્યા કેસને યુવા ધારાસભ્ય જયેશ રાદડીયાએ વ્યક્તિગત લઈને પોતાની દીકરી હોય એમ સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેકમા ચલાવીને દીકરી સૃષ્ટીને ત્વરીત ન્યાય મળે એ માટે સતત પ્રયત્નશીલ રહીને સીમાચિન્હ ચુકાદો આવે એવા પ્રયત્નો કરેલ હતા. આ તકે સૃષ્ટી રૈયાણી હત્યા કેસમા મદદ કરનાર સરકારી વકીલશ્રી, પોલીસ વિભાગ તેમજ રાજ્યના ગૃહ મંત્રી  અને રાજ્ય સરકારનો યુવા નેતા જયેશ રાદડીયાએ ખુબ ખુબ આભાર માનેલ છે.

જાણો શું બની હતી સમગ્ર ઘટના?
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જેતલસર ગામમાં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીની એક વ્યક્તિએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આરોપીએ યુવતીને 36 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીનીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

સૃષ્ટિની હત્યા કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેનો જ સંબંધિત હતો અને બંને મામા ફઈના સંતાનો હોવાના કારણે બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો. સૃષ્ટિના પિતા કિશોરભાઈ રૈયાણી એ જાતે પટેલ છે અને તેણે શ્રુષ્ટિની માતા સાથે પ્રેમ લગ્ન કરેલ છે શ્રુષ્ટિની માતાએ ખાંટ રાજપૂત છે અને જયેશ ગિરધર સરવૈયાએ પણ ખાંટ રાજપૂત છે અને શ્રુષ્ટિની માતાને દૂરનો ભાઈ થાય સૃષ્ટિના પિતાએ જયેશના સમાજના મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા છે.

સૃષ્ટિના ગામમાં જયેશ સરવૈયા નામનો વ્યક્તિ કડીયા કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ ઉપરાંત જયેશ સંબંધી હોવાના કારણે અવાર નવાર સૃષ્ટિના ઘરે જતો હતો અને એક સમયે તેને સૃષ્ટિ સાથે આંખ મળી ગઈ અને એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. તેથી તે ભાઇ હોવા છતાં પણ સૃષ્ટિની પાછળ-પાછળ તેની શાળાએ જતો હતો. આ ઉપરાંત ક્યારેક તો સૃષ્ટિને રસ્તામાં જ ઉભી રાખતો હતો.

આ દરમિયાન જયેશના આ પ્રકારના વર્તનને લઈને સૃષ્ટિએ તેના પિતા કિશોરને જયેશની ફરિયાદ કરી હતી. તેથી કિશોર રૈયાણી દ્વારા જયેશના પિતા ગિરધર સરવૈયાને આ બાબતે માહિતી આપતાં તેના પુત્ર જયેશને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હોવાને કારણે જયેશ ઘર નજીક રહેતા તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *