જુઓ કેવું છે આલિયા-રણબીરનું ‘વેડિંગ કાર્ડ’ -જોઇને કહેશો ‘આ શું…?’

આ દિવસોમાં બોલિવૂડ (Bollywood)માં લગ્ન (Marriage)નો માહોલ છે. ઘણા બધા ફેમસ સેલેબ્સ કપલે આ વર્ષે લગ્ન કર્યા છે અને અમુક લગ્ન કરવા જઈ રહ્યા છે.…

આ દિવસોમાં બોલિવૂડ (Bollywood)માં લગ્ન (Marriage)નો માહોલ છે. ઘણા બધા ફેમસ સેલેબ્સ કપલે આ વર્ષે લગ્ન કર્યા છે અને અમુક લગ્ન કરવા જઈ રહ્યા છે. જેમાંથી એક કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir Kapoor and Alia Bhatt) પણ છે. જેઓ ટૂંક સમયમાં જ પતિ-પત્નીના પવિત્ર સંબંધમાં બંધાવા જઈ રહ્યા છે. રણબીર-આલિયાના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન, હવે રણબીર અને આલિયાના લગ્ન પહેલા નીતુ કપૂર(Neetu Kapoor) અને ઋષિ કપૂર (Rishi Kapoor)ના લગ્નનું કાર્ડ(Wedding card) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral) થઈ રહ્યું છે. વાયરલ થયેલા લગ્નના કાર્ડની આ તસવીર જોઈને ચાહકો ભાવુક થઈ ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયા તેમના પૈતૃક ઘરે સાત ફેરા લેશે. જાણવા મળ્યું છે કે, રણબીરના માતા-પિતા ઋષિ કપૂર અને નીતુ કપૂરે પણ વર્ષ 1980માં એ જ ઘરમાં લગ્ન કર્યા હતા. તેમના યુગના આ બંને દિગ્ગજ સ્ટાર્સે 23 જાન્યુઆરી, 1980ના રોજ તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધમાં બંધાયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કાર્ડમાં લખ્યું છે, “શ્રી અને શ્રીમતી રાજ કપૂર તેમના પુત્ર ઋષિ (સ્વ. શ્રી અને શ્રીમતી પૃથ્વીરાજ કપૂરના પૌત્ર) અને નીતુ (શ્રીમતી રાજી સિંહની પુત્રી) ના લગ્નના શુભ અવસર પર તમારી હાજરીની રાહ જોઈ રહ્યા છે. “શુભ લગ્ન, 23 જાન્યુઆરી 1980 બુધવારના રોજ”

ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નનું કાર્ડ જોઇને ઋષિ કપૂરના ઘણા ચાહકો ભાવુક થઈ રહ્યા છે અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ કાર્ડ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વિશ્વસનીય નથી કે ઋષિ અમારી સાથે નથી, RIP ચિન્ટુ સર. અન્ય એક યુઝરે ઈચ્છ્યું કે, રણબીર અને આલિયાના લગ્નનું આમંત્રણ કાર્ડ પણ આ જ થીમ પર આધારિત હોવું જોઈએ.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લગ્ન સમારોહ પાંચ દિવસનો રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયા એક પ્રાઈવેટ સેરેમનીમાં સાત ફેરા લેશે. તે જ સમયે, લગ્ન પછી, બંને કલાકારો 19 એપ્રિલે ઇન્ડસ્ટ્રીમાં તેમના મિત્રો માટે રિસેપ્શન પાર્ટી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *