ગુજરાત બોર્ડનું ધોરન 10ની પરીક્ષાનું આજે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 6.33 ટકા પરિણામ ઓછું આવ્યું છે. આ વખત ના પરિણામમાં સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ 74.66 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47 ટકા પરિણામ આવ્યું છે.
પરીક્ષાર્થીઓની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાંથી 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્ટર્ડ હતાં. જેમાં સૌથી વધુ અમદાવાદમાંથી 1 લાખ જેટલા, જ્યારે બીજા નંબરે સુરતમાંથી 79 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતાં.
ગ્રેડ | 2019 | 2020 |
A1 | 4974 | 1671 |
A2 | 32375 | 23754 |
B1 | 70677 | 58128 |
B2 | 129629 | 105971 |
C1 | 187607 | 159108 |
C2 | 119452 | 118230 |
D | 6288 | 13977 |
E1* | 21 | 6 |
ચાલું વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાનો સમાવેશ થાય છે, જ્યારે 174 શાળાનું પરિણામ 0 ટકા આવ્યું છે. ગયા વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 366 શાળા નોંધાઈ હતી, જ્યારે 63 શાળાનું પરિણામ 0 ટકા આવ્યું હતું. આમ આ વર્ષે પરિણામની વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ વિભાગનું નાક કપાયું છે. આ વર્ષે રાજ્યમાં 1839 શાળાનું પરિણામ 30 ટકાથી ઓછું આવ્યું છે જે ગયા વર્ષે માત્ર 995 હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news