ST બસમાં મુસાફરી કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર- આજ રાત્રે 11 વાગ્યે બંધ થઇ જશે…

ગુજરાત(Gujarat): ST બસોને જીવાદોરી સમાન ગણવામાં આવે છે અને આ ST બસમાં દરરોજ સેંકડો લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે ગુજરાત ST બસ(Gujarat ST Bus)માં મુસાફરી કરવા એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો આજે રાત્રે 11 વાગ્યા પછી ST બસની ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવા પર મુસાફરને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

જો વાત કરવામાં આવે તો વાસ્તવમાં વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સને લઈ આજે ઓનલાઈન ટિકિટ બુકિંગ 8 કલાક સુધી બંધ રાખવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 21 ફેબ્રુઆરીની રાત્રે 11થી 22 ફેબ્રુઆરી સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની સુવિધા સંપૂર્ણ બંધ રહેશે.

ST નિગમ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મોબાઇલ એપ્લિકેશન, વેબસાઈટ, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર પર ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા સંપૂર્ણ પણે બંધ રહેશે. વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સ કામના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે રાત્રે 11 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી મુસાફરો GSRTCની વેબસાઈટ અથવા એપ્લિકેશન પર ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકશે નહીં. જેથી જે મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવી હોય તો તેઓ આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ટિકિટ બુક કરાવી શકશે. જે બાદ એડવાન્સ ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને મુશ્કેલી પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *