ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લામાં હાલમાં ચાલી રહેલી શાળાઓની પરીક્ષા દરમિયાન યુ ટ્યુબ ઉપર ધોરણ 11 નુ સમાજશાસ્ત્ર(Sociology) વિષયનું પેપર ફરતું થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળાઓ તથા સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશનના પેપરોનો ઉપયોગ પરીક્ષા લેવા માટે કરવામાં આવી રહ્યો છે.
પરીક્ષા પહેલાં પેપર યુટ્યુબ પર ફરતું થયું
હાલમાં સ્કુલોમાં પરીક્ષા ચાલી રહી છે. જેમાં ધોરણ 11માં સોમવારના રોજ સમાજશાસ્ત્ર વિષયનું પ્રશ્નપેપર હતું. પરીક્ષા શરૂ થતાં અગાઉ જ આ વિષયનું પ્રશ્નપત્ર યુ ટ્યુબ ઉપર ફેલાઈ ગયું હતું. યુ ટ્યુબની એક ચેનલ ઉપર સમાજશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર ફરતું જોવા મળતા ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા કેટલાક સમયથી શાળાની પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટ્યા હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. સમાજશાસ્ત્ર વિષયનું યુ ટ્યુબ ચેનલ ઉપર મુકવામાં આવેલ પ્રશ્નપત્રમાં 1થી 31 જે પ્રશ્નો છે. એજ બેઠે બેઠા પ્રશ્નો પરીક્ષાના પેપરમાં પૂછવામાં આવ્યા હતા. શાળા વિકાસ સંકુલ જાતે પ્રશ્ન પેપરો કાઢવાને બદલે ખાનગી પ્રકાશકો પાસેથી પ્રશ્નપત્રો લે છે. જેથી પેપર લીક થવાની શક્યતા વધારે રહે છે.
તમામ ડીઇઓને આપવામાં આવી તપાસની સૂચના:
જણાવી દઈએ કે, તારીખ 18મીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પેપર લીક મામલે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ધોરણ 11નું સમાજશાસ્ત્ર વિષયનું પેપર જે યુ ટ્યુબ ચેનલ ઉપર છે. એજ ચેનલ ઉપર અન્ય ઘણા વિષયોના પણ પેપર જોવા મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.