ગાંધીનગર(Gandhinagar): GSEB દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ(result) જાહેર કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ વર્ષે પરીક્ષામાં 3,37,540 જેટલા નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91% ટકા આવ્યું છે.
જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 30,014 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 13,641 ઉમેદવાર સફળ થયા છે. તેમજ પુનરાવર્તિત ઉમેદવારોનું 45.45 % પરિણામ આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1064 છે.
સમગ્ર પરિણામની વાત કરીએ તો, આ વર્ષે સૌથી વધારે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિષયમાં નાપાસ થયા છે. કોમ્પ્યુટર વિષયનું પરિણામ 85.72% આવ્યું છે. જ્યારે હિન્દી વિષયનું 99.28% સાથે સૌથી વધારે પરિણામ આવ્યું છે.
ત્રણ કેન્દ્રનું 100 ટકા પરિણામ:
આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91 ટકા જાહેર થયું છે. જેમાં છાપી, અલારસ કેન્દ્ર અને સુબીરનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 56.43 ટકા સાથે ડભોઈ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો:
આ વર્ષે સૌથી પછાત ગણાતા જીલ્લાનું પરિણામ સૌથી વધારે આવ્યું છે. એટલે કે આ વર્ષે સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લો ડાંગ રહ્યો છે. ડાંગ જિલ્લાનું પરિણામ 95.41% રહ્યું છે. જયારે શિક્ષણમાં આગળ ગણાતા જીલ્લાનું પરિણામ સૌથી ઓછું રહ્યું છે. એટલે કે, સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા રહ્યો છે. વડોદરાનું પરિણામ 76.49% રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.