બોટાદ(Botad)-બરવાળામાં લઠ્ઠાકાંડથી દારૂબંધી (Prohibition of alcohol)ના કાયદા વાળું ગુજરાત(Gujarat) હચમચી ગયું છે. આજ સવાર સુધીમાં 27 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જયારે 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક તરફ સમગ્ર સૌરાષ્ટ્ર બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડથી સ્તબ્ધ છે જયારે બીજી તરફ રાજકોટ (Rajkot)માં દેશી દારૂ (alcohol)નું ખુલ્લેઆમ વેચાણ થાય છે. રંગીલા શહેર રાજકોટમાં ગેરકાયદેસર રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ કેમેરામાં કેદ થઈ છે.
View this post on Instagram
દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ:
મળતી માહિતી અનુસાર, આજ રોજ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનથી નજીક આવેલા કુબલિયા પરા વિસ્તારમાં પોલીસના ભય વગર દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હતા. અને ત્યાં હજ્જારો લીટર દેશી દારૂ પણ મળી આવ્યું હતું. જેને જોતાની સાથે જ હાહાકાર મચી ગયો હતો.
તો રાજકોટમાં લઠ્ઠાકાંડ સર્જાશે:
આ બાબતની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી હતી. તેમજ પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડાનો ભાંડો ફૂટી જતા હવે પોલીસ પોતાની આબરૂ બચાવવા મથી રહી હોય તેમ દેશી દારૂના હાટડાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં જો રાજકોટમાં દેશી દારૂનું વેચાણ અટકાવવામાં નહીં આવે તો બોટાદના રોજિદ ગામની જેમ લઠ્ઠાકાંડ સર્જાવવાની શક્યતા છે.
દેશી દારૂના બે કેસ દાખલ:
આ અંગે જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા નિયમિત રીતે દેશી દારૂના ધંધાર્થીઓ પર ડ્રાઈવ ચલાવવામાં આવે છે. આજે સવારે જ કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારૂના બે કેસ દાખલ કરવામાં આવ્યા છે.સ્લમ વિસ્તાર હોવાથી કાયમી આ વિસ્તરમાં દેશી દારૂ ભઠ્ઠી બંધ થઇ શકતી નથી. આ ગેરકાયદેસર બાંધકામ છે, જે દૂર કરવા માટે મનપાને રિપોર્ટ કરવામાં આવશે.
પોલીસને ક્યારે સફળતા મળશે:
આ સિવાય ઝોન- 1 વિસ્તારમાં સૌથી વધુ કુબેલિયાપરા, ભક્તિનગર, જંગલેશ્વર, આજીડેમ વિસ્તારમાં દેશી દારૂ વહેંચાય હોવાની જાણકારી મળી આવી છે. ત્યારે જો પોલીસ સતત કામગીરી કરી રહી છે તો શા માટે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે! અને રાજકોટમાં વર્ષોથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં પોલીસને ક્યારે સફળતા મળશે એ જોવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.