સુરત(Surat): શહેરમાં વેસુ(Vesu)ના આગમ એમ્પિરિયો નામના કોમર્શિયલ બિલ્ડીંગમાં હોલિડેસ ટૂર એન્ડ ટ્રાવેલર્સ નામની ઓફિસમાંથી અજાણ્યા તસ્કરોએ રૂપિયા 6 લાખની રોકડ લઈ ભાગી ગયા હોવાની ઘટના સમાઈ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં પણ આ તસ્કરો બાજુની ઓફિસની બારીમાથી એસી મશીન પર ચાલીને ટ્રાવેલર્સની ઓફિસમાં ઘુસિયા હોવાનું CCTV કેમેરામાં સ્પષ્ટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ ઉમરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ચહેરા પર રૂમાલ બાંધીને ચોર ચોરી કરવા માટે આવે છે. અંદર ઘૂસવાની સાથે જ ડ્રોવરમાં મુકેલા ગ્રાહકોના હોલીડે અને પેકેજીસ બુકીંગના રોકડા રૂપિયા 6 લાખની ચોરી કરી ફરાર થઇ જાય છે.
હાલમાં પોલીસ દ્વારા આ શખ્સને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમે તમને જણાવી દઈએ કે, સુરત શહેરમાં અવારનવાર અનેક ચોરીના બનાવો સામે આવતા રહે છે. ત્યારે પોલીસ તંત્ર સામે પમ કેટલાય પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ ચોરી રાત્રે 3.35 વાગ્યે ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો પેદા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.