સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP) રાષ્ટ્રીય પરિષદના સદસ્ય અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા(Rakesh Hirpara) એ એક મહત્વપૂર્ણ મુદ્દે જણાવતા કહ્યું કે, ભાજપ(BJP)ની બેદરકારીના કારણે સુરતની સરકારી શાળામાં થયેલ માસૂમ બાળકોના શોષણ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. આ ઘટનાની પૂર્ણ જાણકારી સંપૂર્ણ પુરાવા સાથે આમ આદમી પાર્ટીએ સુરતમાં જ મીડિયા દ્વારા પ્રેસ કોન્ફેરેન્સના માધ્યમથી આપી હતી.
આ ઘટનાને લગભગ 3 મહિના થી દબાવવામાં આવી રહી છે, જેને આમ આદમી પાર્ટી દ્વારા બધાની સમક્ષ રજુ કર્યા બાદ, 48 કલાક પુરા થવા છતાંય હજી સુધી પ્રશાસન તરફથી શોષણ વિરુદ્ધ કે પછી આરોપી ને પકડવા બદલ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
ભલે ભાજપ સરકારના નેતાઓ આ નિંદનીય ઘટના પર ધ્યાન ના આપે, પરંતુ આમ આદમી પાર્ટી સચ્ચાઈ ને હેવાનો ના ડર થી હારવા નહિ દે, એટલા માટે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પરિષદ ના સદસ્ય અને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા ની આગેવાની હેઠળ યૌન શોષણ કાંડ ના દોષી ઓ વિરુદ્ધ તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવાની, ફોજદારી કાર્યવાહી કરવાની, તાત્કાલિક ધોરણે તેને સજા આપવા કડક પગલાં ભરવાની માંગ સાથે “બાળકો નું શોષણ બંધ કરો, દોષીઓ ઉપર કાર્યવાહી કરો” ના નારા લગાવી સુરત શહેર કમિશનર સાહેબ ને એક જવાબદાર નાગરિક તરીકે આવેદનપત્ર આપ્યા છે.
રાકેશ હિરપરાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ગુરુવારે સમગ્ર ઘટના વિડિયો સાથે મીડિયામાં આવ્યા બાદ તેમજ શુક્રવારે આ મામલે રચાયેલી 3 સભ્યોની તપાસ સમિતિના પ્રાથમિક રિપોર્ટ બાદ આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ કર્યાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું. પરંતુ તે આચાર્ય હાલ ક્યાં છે તેની કોઈને જાણ નથી. જે શાળામાં તે આચાર્યની બદલી કરવામાં આવી છે ત્યાં સંપર્ક કર્યો તો ખબર પડી કે તે 2 દિવસ પહેલાં જ રજા પર ઉતરી ગયો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સદસ્યએ જણાવતા કહ્યું હતું કે, સંજોગો જોઈને એવું લાગી રહ્યું છે કે, પાલિકા એ પોતે જ આરોપી ને ભાગી જવાની તક આપી છે. બાળ અધિકાર અને માનવ અધિકાર પંચે પણ હજુ સુધી આ ગંભીર મામલે કોઇ સંજ્ઞાન લીધું નથી. આ કેસમાં પહેલાંથી જ સમિતિના કારભારીઓ ભીનું સંકેલવામાં જણાતા હતા, જેથી શાસનાધિકારી વિમલ દેસાઇને ઠપકો આપવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી છે.
આ ઘટના વિરુદ્ધ જે પણ પુરાવા પેનડ્રાઈવમાં મળ્યા હતા, તેમાં જાતીય શોષણના 200 વિડીયો હતા. વીડિયોમાં અલગ અલગ વિદ્યાર્થીઓ સાથે જાતીય શોષણ કરાયું હોવાનું દેખાય છે. કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં તો કેટલાક વગર યુનિફોર્મમાં છે. તમામ વીડિયો એ જ શાળાના છે અને આચાર્ય ઓફિસ, વર્ગખંડ, બાથરૂમના પેસેજ પણ વિડીયોમાં દેખાય છે.
આમ આદમી પાર્ટીનું માનવું છે કે, દોષીઓને સજા આપવામાં આવે, જેના કારણે સમાજમાં કોઈ બીજું વ્યક્તિ આવો પાપ કરવાની કોશિશ ના કરે. જનતાને કાનૂન પર વિશ્વાસ છે એટલે જ અમે ન્યાયની ઉમ્મીદ સાથે કમિશનર સાહેબ પાસે આવેદન લઈને આવ્યા છીએ. અમને આશા છે કે હવે જલ્દી થી જલ્દી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે, અને આ ઘટના ના પાપીઓ ને સજા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.