નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થશે. બજેટમાં ટેક્સ નિયમો(Tax rules)માં ફેરફારની અસર તમારા રોકાણ પર પણ પડશે. આમાં ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)થી લઈને પીએફ યોગદાન સુધીના કરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિકલાંગ બાળકોના માતા-પિતાને પણ ટેક્સમાં છૂટનો લાભ મળશે. દેશમાં ક્રિપ્ટો પર ટેક્સ સિસ્ટમ 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં ધીમે ધીમે લાગુ કરવામાં આવશે. તેનાથી થતી કમાણી પર 30 ટકા ટેક્સનો નિયમ નાણાકીય વર્ષની શરૂઆતમાં લાગુ થશે. જ્યારે એક ટકા TDS સંબંધિત જોગવાઈ 1 જુલાઈથી લાગુ થશે.
બજેટમાં ક્રિપ્ટો એસેટ્સ પર આવકવેરો ઈન્સ્ટોલેશન બાબતે સ્પષ્ટતા લાવવામાં આવી છે. TDS મર્યાદા ચોક્કસ વ્યક્તિઓ માટે વાર્ષિક ₹50,000 હશે, જેમાં એવા વ્યક્તિઓ/HUFનો સમાવેશ થાય છે કે, જેમણે આવકવેરા કાયદા હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે.
ક્રિપ્ટોમાં કોઈ નુકશાન વળતર વિકલ્પ નથી:
સરકારે ક્રિપ્ટોમાં રોકાણ પર થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો વિકલ્પ આપ્યો નથી. જો તમને એક ક્રિપ્ટોમાં ફાયદો થાય છે અને તમે બીજામાં ગુમાવો છો, તો તમને સ્ટોક્સ જેવા વળતરનો લાભ મળશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે Bitcoin પર ₹1,000 નો નફો કરો છો અને Ethereum પર ₹700 ગુમાવો છો, તો તમારે ₹1,000 પર ટેક્સ ચૂકવવો પડશે, નહીં કે ₹300ના ચોખ્ખા નફા પર. આ ઉપરાંત, તમે ક્રિપ્ટો પર શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા રિયલ એસ્ટેટમાં નુકસાનના વળતરનો લાભ લઈ શકતા નથી.
અપડેટ કરેલ ITR સુવિધા:
આવકવેરા વિભાગે ITRમાં નવી સુવિધા આપી છે. આ હેઠળ, એક નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે જે કરદાતાઓને આવકવેરા રિટર્નમાં થયેલી ભૂલો માટે અપડેટ રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપે છે. કરદાતાઓ હવે સંબંધિત આકારણી વર્ષના અંતથી બે વર્ષમાં અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.
રાજ્ય સરકારના કર્મચારી માટે એનપીએસમાં વધુ છૂટ:
રાજ્ય સરકારના કર્મચારીઓ હવે સેક્શન 80CCD(2) હેઠળ તેમના મૂળભૂત પગાર અને એમ્પ્લોયર દ્વારા મોંઘવારી ભથ્થાના 14 ટકા સુધી NPS યોગદાન માટે કપાતનો દાવો કરી શકે છે. આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ કપાતને અનુરૂપ છે. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓ 12 ટકા સુધીનો દાવો કરી શકે છે.
પીએફ એકાઉન્ટ પર ટેક્સ:
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 1 એપ્રિલથી આવકવેરા નિયમો, 2021 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત તમે EPFમાં વાર્ષિક રૂ. 2.50 લાખ સુધીના રોકાણ પર જ ટેક્સ છૂટનો દાવો કરી શકો છો. વધુ રોકાણના કિસ્સામાં, તેની વ્યાજની આવક પર ટેક્સ લાગે છે.
કોરોનાની સારવારના ખર્ચ પર ટેક્સમાં રાહત:
જૂન 2021 મુજબ, કોવિડ તબીબી સારવાર માટે ભંડોળ મેળવનાર વ્યક્તિઓને કર મુક્તિ આપવામાં આવી છે. તેવી જ રીતે, કોવિડના કારણે કોઈ વ્યક્તિના મૃત્યુ પર પરિવારના સભ્યોને મળેલી રૂ. 10 લાખ સુધીની રકમ કરમુક્ત રહેશે. આ છૂટ ત્યારે જ મળશે જ્યારે પરિવારના સભ્યો મૃત્યુની તારીખથી 12 મહિનાની અંદર આવી ચુકવણી મેળવે. જો કે, આ સુધારો 1 એપ્રિલ, 2020થી અમલમાં આવશે.
વિકલાંગના વાલીને કર મુક્તિ:
આવકવેરાના નિયમોમાં મોટો ફેરફાર વિકલાંગ વ્યક્તિના માતા-પિતાને કરમુક્તિ અંગેનો છે. વિકલાંગના માતા-પિતા અથવા વાલીઓ આવી વ્યક્તિ માટે વીમા પોલિસી પર કર મુક્તિનો લાભ લઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.