AMTSનાં ડ્રાઈવરને ખુલ્લામાં શૌચ કરવું પડ્યું ભારે, તંત્રને જાણ થતાની સાથે જ થયું એવું કે…

કોરોનાને કારણે પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર તેમજ કાયદાનું ઉલ્લઘન કરનાર વ્યક્તિની વિરુદ્ધ ગુણો નોંધીને દંડ ફટકારવામાં આવતો હોય છે. અનેકવિધ લોકો પાસેથી દંડની ઉઘરાણી કરવા બદલ રાજ્ય સરકારને અનેકગણી આવક થતી હોય છે.

આપને જણાવી દઈએ કે, ખુલ્લામાં શૌચ કરવા બદલ જે-તે વ્યક્તિની વિરુદ્ધ ગુણો દાખલ કરવામાં આવે છે ત્યારે રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી આવી જ એક ઘટન સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ભાન થશે કે, આજ પછી ક્યારેય પણ ખુલ્લામાં શૌચ કરીશું નહીં.

અમદાવાદ ઓપન ડેફિકેશન ફ્રી એટલે એવું કહી શકાય કે, ખુલ્લામાં શૌચ મુક્ત સૌપ્રથમ પહેલું શહેર બન્યું છે. ઠેર ઠેર શૌચાલય મૂકવામાં આવ્યા છે. એમ છતાં ખુલ્લામાં અનેક જગ્યાએ શૌચક્રિયા થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે, અમદાવાદમાં આવેલ લાલ દરવાજા નજીક ખુલ્લામાં શૌચ કરવાની ઘટના સામે આવી છે. AMTS ના ડ્રાઈવરે જાહેરમાં ખુલ્લામાં શૌચ કરવું ખુબ ભારે પડ્યું હતું. ફોટો વાયરલ થતાની સાથે જ સોલિડ વેસ્ટ વિભાગની તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આની સાથે જ ડ્રાઈવરને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની સાથે-સાથે માફીનામું પણ લખાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *