Strike in Surat Civil Hospital: સુરત (Surat) માં આવેલી નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા છે. સુત્રોચ્ચાર સાથે સફાઈ ચોથા વર્ગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ બાબતે સુપ્રિટેન્ડેન્ટ સાતેહ વાત કરતા તેમણે જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. વધુમાં કહ્યું કે સફાઈ કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી છે. કર્મચારીઓની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે.
ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
સુરતમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે ફરી હડતાલ થઇ છે અને તેથી હોસ્પિટલ ફરી એક વાર ચર્ચામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર બેઠા છે. સુપ્રિટેન્ડેન્ટની ઓફિસની બહાર રસ્તા પર બેસીને કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સફાઈ કર્મચારીઓની માંગ છે કે, જે પ્રમાણે પગાર વધારો કરવામાં આવ્યો છે તે પ્રમાણે પગાર વધ્યો નથી. જ્યાં સુધી પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખશે તેવું કર્મચારીઓનું કહેવું છે.
પગાર વધારો ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
સફાઈ કર્મચારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા છ મહિના પહેલા પગાર વધારો કરવામાં આવ્યો હતો જે પ્રમાણે અમને પગાર આપવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા સૂચન પ્રમાણે પગાર વધારો કરવામાં આવ્યો નથી. સફાઈ કર્મચારીઓને કુલ 21000 જેટલો પગાર મળવો જોઈએ તેની બદલે અત્યારે કર્મચારીઓને 12000 જેટલો પગાર મળી રહ્યો છે. આ સાથે જ રાજકોટમાં વધુ પગાર મળતો હોવાની જાણ થઈ હતી ત્યારબાદ કર્મચારીઓ હડતાલ પર બેઠા છે.
રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો
સુરત સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ દ્વારા આજે સુપરીટેન્ડન્ટની ઓફિસની સામે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ વિરુદ્ધ નોંધાવ્યો હતો. આ સાથે જ કર્મચારીની માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે
સુરત સિવિલ હોસ્પિટલના ગણેશ ગોવેકર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે રાજકોટ સિવિલમાં પગાર વધારો કરવામાં આવ્યો છે, તે પ્રમાણે જ સુરત સિવિલમાં કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવ્યો છે. હાલ સુરત સિવિલના કર્મચારીઓના ખાતામાં 12000 જેટલો પગાર આપવામાં આવી રહ્યો છે જ્યારે બાકીની રકમ ઈસીએસઆઇમાં જઈ રહી છે. એમ કુલ સફાઈ કર્મચારીઓને 16000 પગાર આપવામાં આવી રહ્યો છે.
અલગથી સફાઈ કર્મચારીઓ મુકાયા
વધુ વાત કરતા તેમણે જણવ્યું કે, સફાઈ કર્મચારીઓની હડતાલ ગેર વ્યાજબી છે અને તેથી સફાઈ કર્મચારીઓને બોલાવીને સમજાવવામાં આવશે. વધુમાં કહ્યું કે, સફાઈ કર્મચારીઓની હડતાલને કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં જ્યાં જરૂર પડે ત્યાં અલગથી સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.