રાજકોટ(Rajkot): શહેરની આત્મીય યુનિવર્સિટી(Atmiya University)માં આવેલી હોસ્ટેલનાં ભોજનમાં વંદો(Cockroaches in food) નિકળ્યાનો આક્ષેપ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો છે. અફેલ પણ આ અંગે જવાબદારોને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનું પણ છાત્રએ જણાવ્યું હતું. આ કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે હોસ્ટેલના મેનેજમેન્ટ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી સંચાલિત જીજ્ઞેશ કોટેચાએ તેની રજૂઆત કરતા જણાવ્યું કે, હોસ્ટેલ જોવા આવ્યા ત્યારે અહીંના કાર્યકર્તાઓએ મીઠી વાણી બોલી હતી કે, ‘તમારા છોકરાને બહાર જવા માટે તમારી મંજૂરી જોશે, પછી જ જવા દેશું, બીજે એડમિશન લેશે તો ખોટા વ્યસન અને ખરાબ સંગતે ચડશે’ એવા બોલ કહીને હોસ્ટેલમાં એડમિશન લેવડાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો કે સત્ય તો એ છે કે હોસ્ટેલમાં જમવાની વ્યવસ્થા અતિશય ખરાબ છે. જમવામાં ક્યારેક તો કીડા, મકોડા નીકળે છે, ચેવડા ઉપર કોક્રોચ ચાલતું ફરતું હોય, દાળ-ભાત માંથી કોક્રોચ નીકળવું અને મુખ્ય વસ્તુ પૌવાબટેકા માંથી બીડી નીકળવું આ બધું હોસ્ટેલની ઘોર બેદરકારી છે. આ અંગે અમે ફોટા સાથેનાં પ્રૂફ હોસ્ટેલનાં કર્તાહર્તા તુષારભાઈને બતાવ્યા હતા. છતાં તેમનો કઈ જવાબ આવ્યો નથી. એટલું જ નહીં ભોજનની ગુણવત્તા સુધારવા તુષાર પાઠકને કહ્યું તો તેમનો એવો જવાબ આવ્યો કે, તમારે રહેવું હોય તો રહો નહિતર જાવ અહીંથી.
જીજ્ઞેશ કોટેચાએ વધુમાં તેમણે કહ્યું હતું કે, જે વિશ્વાસ સાથે અમારા વાલીએ અમને આ હોસ્ટેલમાં રાખ્યા હતા એ જ વ્યક્તિ આવો જવાબ આપે છે. અમુક લોકો હોસ્ટેલ છોડી જઈ શક્યા કારણ કે તેમના વાલીઓ સમજી શક્યા છે. અને અમે અહીંયા છીએ અમારા વાલીઓ આ અંગે રેક્ટરને કોલ કરે ત્યારે પણ તેમને મીઠા શબ્દોની જાળમાં લઇ કઈક બહાનું આપી દે છે. જે લોકો ફરિયાદ કરવા ગયા એમને એવું કહે છે, ‘તમે હોસ્ટેલમાં રહેવા લાયક નથી’ અને અમે જાણે મફતમાં રહેતા હોય તેવું વર્તન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.