Student beats up English teacher in Haryana: ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ’ એક સમય હતો જયારે શિક્ષકની સોટી વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવી દેતી હતી. પરંતુ હાલ એવો સમય આવી ગયો છે કે, શિક્ષકોને વિદ્યાર્થીઓને મોટેથી કહેવાતું પણ નથી. અને જો ભૂલથી મારી દીધું હોય તો વાત કયાની ક્યાય પહોચી જાય છે. હાલ આવી જ એક ઘટના પ્રકાસમાં આવી છે. એક અંગ્રેજીના શિક્ષકે વિદ્યાર્થીને થોડો ઠપકો આપ્યો ત્યાં, વિદ્યાર્થીએ સ્કુલની બહાર શિક્ષકને બરાબરના ધોઈ નાખ્યા.
હરિયાણામાં શિક્ષકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક અંગ્રેજી શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. આનાથી વિદ્યાર્થી એટલો ગુસ્સે થયો કે તેણે શિક્ષકને મારવા માટે 3 મિત્રો ને બોલાવ્યા અને શિક્ષક પાસે માંફી મંગાવી. આટલું જ નહિ શિક્ષકને બદનામ કરવા વિદ્યાર્થીએ મારપીટનો વીડિયો બનાવ્યો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ત્યારબાદ આ મામલો ગરમાયો હતો અને પોલીસે આરોપી વિદ્યાર્થીને ઝડપી લીધો હતો.
હરિયાણામાં વિદ્યાર્થીઓની ખુલેઆમ દાદાગીરી: અંગ્રેજીના શિક્ષક ક્લાસમાં ખીજાયા તો બહાર નીકળીને માર્યો માર #haryana #હરિયાણા #hisar #હિસાર #Student #વિદ્યાર્થી #video #news #trishulnews pic.twitter.com/cl5g87zpcb
— Trishul News (@TrishulNews) May 19, 2023
શિક્ષક બાઇક પર ઘરે જઈ રહ્યા હતા, ત્યાં…
મોડલ સ્કૂલના શિક્ષકે જણાવ્યું કે, ‘તે સોમવારે સ્કૂલથી બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. તેની પાછળ એક વિદ્યાર્થી પણ બેઠો હતો. જ્યારે તે એક ખાનગી એકેડમી પાસે પહોચ્યા ત્યારે 3 યુવકોએ તેમની બાઇક રોકી હતી. વિદ્યાર્થી સિવાયના અન્ય આરોપી યુવકોએ કહ્યું કે, તમે એક યુવકને માર માર્યો છે. શિક્ષકે સ્પષ્ટતા કરી કે જો મેં કંઇક ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું. આ પછી આરોપી યુવકોએ મને લાકડીઓ વડે માર માર્યો અને મારી બાઇક પણ તોડી નાખી. તે દરમ્યાન એક યુવકે આનો વીડિયો બનાવ્યો.’
પોલીસે પ્રથમ ફરિયાદ પર કાર્યવાહી ન કરી
શિક્ષિકાએ કહ્યું કે, તેણે સોમવારે જ આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી. પરંતુ, ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે મારપીટ અને અપમાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે પોલીસ એક્શનમાં આવી. પોલીસ આરોપી વિદ્યાર્થીને પકડીને શાળામાં લઈ ગઈ હતી. શિક્ષક સાથે મારપીટ કરવામાં તેની સાથે 3 વધુ વિદ્યાર્થીઓ સામેલ હોવાનું પણ સામે આવ્યું હતું. પકડાયેલો વિદ્યાર્થી અગાઉ આ શાળામાં અભ્યાસ કરતો હતો પરંતુ હવે બીજી શાળામાં ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.