ગુજરાતમાં આવેલ જામનગરની સિક્કા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની મહિલા પ્રોફેસરે વિદ્યાર્થી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પ્રોફેસર હેતલબેન ભટ્ટે સિક્કા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં B.COMના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી યોગેશ સિંધવા સામે ફરિયાદ કરી છે.
પ્રોફેસરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ગત બુધવારના રોજ પ્રોફેસર કલાસમાં લેક્ચર લઈ રહ્યા હતા. લેક્ચર શરૂ થયાના પોણા કલાક બાદ આવેલા વિદ્યાર્થીએ પરવાનગી વગર પ્રવેશ કર્યો હતો. જેને લઈને પ્રોફેસર વિદ્યાર્થીને ક્લાસથી બહાર જવા માટે કહ્યુ હતું. આ દરમિયાન વિદ્યાર્થીએ પ્રોફેસરને અપશબ્દો કહ્યા હતા.
પ્રિન્સિપાલને પણ વિદ્યાર્થીએ માર્યો ધક્કો
આ મામલે પ્રોફેસરે કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરી. પ્રિન્સિપાલને ક્લાસમાં આવીને બહાર જવા માટે કહેતા વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને માર પણ માર્યો હતો. આ મામલે મહિલા પ્રોફેસર સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ ફરિયાદના આધારે વિદ્યાર્થી સામે કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.