Engineering student hanged himself to death: દેશમાં સતત ચાઈનીઝ એપ્સના ચુંગાલમાં ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચાઈનીઝ એપથી લોન લઈને બેંગલુરુનો એક વિદ્યાર્થી એટલો ફસાઈ ગયો કે તેણે મોતને વ્હાલું કરી લીધું છે. ચાઈનીઝ લોન એપના એજન્ટો દ્વારા પરેશાન થઈને 22 વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ફાંસી લગાવી લીધી (Student commits). એક અહેવાલ મુજબ મૃતક વિદ્યાર્થીએ એપ એજન્ટો પાસેથી કેટલીક રકમ ઉછીની લીધી હતી, જે પરત કરવામાં તે નિષ્ફળ ગયો હતો.
તેજસે બેંગલુરુના જલાહલ્લી સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. તે યેલાહંકાની નિટ્ટે મીનાક્ષી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. એજન્ટોએ કથિત રીતે બ્લેકમેલ કરવાનો આશરો લીધો હતો. એજન્ટો તેજસને સતત ધમકી આપતા હતા કે જો લોન નહીં ભરે તો તેના ફોન પરની ખાનગી તસવીરો વાયરલ કરી દેવામાં આવશે.
પોલીસ ફરિયાદ મુજબ તેજસના પરિવારે જણાવ્યું કે, તેણે ચાઈનીઝ એપ ‘સ્લાઈસ એન્ડ કિસ’ પરથી લોન તરીકે કેટલાક પૈસા લીધા હતા. જોકે તે રકમ ચૂકવી શક્યો ન હતો. ફરિયાદ મુજબ વિદ્યાર્થીના પિતા ગોપીનાથને પાછળથી સમગ્ર ઘટનાની જાણ થઈ અને તેઓ તેમના પુત્ર વતી હપ્તાથી રકમ ચૂકવવા સંમત થયા.
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મોબાઇલ એપના એજન્ટો તેજસના ઘરે ગયા હતા, ધાકધમકીનો ઉપયોગ કર્યો હતો અને ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા. તેજસના મૃત્યુના ત્રણ દિવસ પહેલા ગોપીનાથે બાકી લોન ચૂકવવા માટે વધારાનો સમય માંગ્યો હતો, પરંતુ શાહુકાર સંમત થયા ન હતા.
મંગળવારે સાંજે એપ એજન્ટોએ કથિત રીતે તેજસને ઘણા કોલ કર્યા જેના કારણે તેણે આ ઘૃણાસ્પદ પગલું ભર્યું. એક સુસાઇટ નોટમાં તેજસે લખ્યું હતું કે, “મમ્મી અને પપ્પા મેં જે કર્યું છે તેના માટે કૃપા કરીને મને માફ કરો. મારી પાસે ચૂકવણી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. હું મારા નામે અન્ય દેવાની ચૂકવણી કરવામાં અસમર્થ છું અને આ મારો અંતિમ નિર્ણય છે.” બાય..”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube