ગુજરાતમાં હાર્ટ એટેકે લીધો વધુ એક વિદ્યાર્થીનો જીવ- વડોદરામાં મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો, પળવારમાં જ આંબી ગયો કાળ

Student dies of heart attack in Vadodara: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે.ઘણા કારણો હોય છે જેવા કે,લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તેઓને હાર્ટ એટેક(Student dies of heart attack) આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

ત્યારે વધુ એક ગુજરાતના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વડોદરા(Vadodara)માં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર, દીપ ચૌધરી MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

અત્રે ઉલેખનીય છે કે, રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામ આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટે એટેક આવતા તેઓનો હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી પટેલનીએક સપ્તાહ પહેલા જ બદલી થઈ હતી. ત્યારે હવે તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *