પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર: ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આપી શકશે પોલીસની પરીક્ષા

Police Bharti News: પોલીસ અને LRDની ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે. ઉલેખીનીય છે કે, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે (Police Bharti News) જાહેરાત કરી છે કે, હવે ધોરણ-12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક પણ મળશે. મતલબ કે હવે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ પરીક્ષામાં અરજી કરી શકાશે. હસમુખ પટેલે કહ્યું છે કે, શારિરીક પરીક્ષા પહેલા ઉમેદવાર અરજી કરી શકશે.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે, ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈને અરજી કરી શકશે. રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક આપવામાં આવશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા પછી ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનુ હસમુખ પટેલનું નિવેદન
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનુ હસમુખ પટેલ જણાવાયું છે કે, રાજ્યમાં પોલીસ વિભાગમાં 12472 પદો પર ભરતી સામે 1.55 લાખ અરજીઓ મળી આવી છે. OJAS પર પોલીસ ભરતી માટે કુલ 1.55 લાખ અરજીમાંથી 1.18 લાખ ફોર્મ કન્ફર્મ કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે, અરજીઓની ઝડપ જોતાં હજી 7.5 લાખ ફોર્મ ભરાવાની શક્યતા લાગી રહી છે. આ સાથે હસમુખ પટેલે નિવેદન આપ્યું છે કે, લોકરક્ષક અને PSI ભરતી પરીક્ષામાં 10 લાખ અરજી થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઉમેદવારોએ વહેલી તકે અરજી કરવી જોઈએ.