M.S. University drinking party in vadodara: ગાંધીના ગુજરાત (Gujarat)માં દારૂ(Alcohol) પર પ્રતિબંધ હોવા છતાં કેટલોય દારૂ પકડાઈ રહ્યો છે. આવા દ્રશ્યોથી અનેક સવાલો ઉભા થાય છે. દારૂ સ્વાસ્થ્ય(Health) માટે હાનીકારક હોવા છતાં પણ ઘણા લોકો તેનું સેવન કરતા હોય છે. જેના કારણે તેમના પરિવારો બરબાદીની ટોચ પર આવી જતા હોય છે. ત્યારે હાલમાં જ માહિતી મળી આવી છે કે, વડોદરા(vadodara)ની MS યુનિવર્સિટીમાં ત્રણ વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી માણતા ઝડપાયા હતા. છોકરાઓની હોસ્ટેલના MM મહેતા હોલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂ કરી રહ્યા હતા.
વિજિલન્સની ટીમને માહિતી મળી હતી કે, છોકરાઓની હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. માહિતી મળતા જ વિજિલન્સની ટીમ દ્વારા રૂમ નંબર 34માં રેડ પાડવામાં આવી હતી. રેડ દરમ્યાન 3 વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ પણ કરવામાં આવ્યો હતો. વિજિલન્સ ટીમ દ્વારા આ સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. જોકે રેડ દરમ્યાન વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા. 34 નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂ ની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.
વાત આટલે જ નથી પૂરી નથી થતી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરાની MS યુનિવર્સીટીમાં ખુલ્લેઆમ દારૂ(M.S. University drinking party) પીવાય છે. દારૂ રૂમ સુધી વોર્ડેનની જાણ બાર કઈ રીતે પહોચે છે, આટલી સિક્યોરીટી હોવા ઉપરાંત આ વસ્તુ બની રહી છે તે ખુબ જ મોટી વાત છે. આવા ઘણા સવાલ લોકોના મનમાં ઉભા થઇ રહ્યા છે. આ સાથે આ ઘટનાના પગલે શહેરમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાનો દાવો પણ પોકળ સાબિત થયો છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ રાજકોટ નજીક મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થતું હોવાના પુરાવા સામે આવ્યા હતા. મારવાડી બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ગાંજાના છોડ મળી આવ્યા હતાં. તો થોડા સમય પહેલા ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નં 41માં ઓચિંતા તપાસ કરતા એક દારૂની બોટલ મળી આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube