ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યના અત્યાર સુધી 7000થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. મહામારી ના વધતા કેસના લીધે એ વાતની અટકળો પણ ચાલુ થઈ ગઈ હતી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવવામાં આવી શકે છે. જો કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે સાંજે અટકળો પર વિરામ લગાવતા કહ્યું હતું કે રાજ્ય સીએમ રૂપાણી ના નેતૃત્વમાં છે. આ વચ્ચે સીએમ બદલવાની વગેરેની વિશે અફવા ફેલાવવી લોકોના હિતમાં નથી.આ વચ્ચે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી એ એક ટ્વીટ કર્યું છે.
સુબ્રમણ્યમ સ્વામી એ ટ્વીટ કરી સીધા ગુજરાતના મુખ્ય મંત્રી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ માં લખ્યું છે કે ગુજરાતમાં કોરોના વાયરસ ના વધતા સંક્રમણને રોકી શકાય છે, જો ગુજરાતના મુખ્યમંત્રી ફરીથી આનંદી બેન પટેલ ને બનાવવા માં આવે.
Gujarat can be stabilised for Coronavirus Casualty numbers only if Anandibehn Patel returns as CM
— Subramanian Swamy (@Swamy39) May 8, 2020
વિજય રૂપાણીને હટાવવાની અટકળો
હકીકતમાં ગુજરાતના કોરોના કહેર વચ્ચે ગુરુવારે આ વાતની અટકળો પર ખૂબ ઝડપી થઈ ગઈ હતી કે રાજ્ય સરકાર મહામારીને રોકવામાં સફળ નથી રહી. આ કારણે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ માંથી હટાવી શકાય છે.
ગુજરાતમાં કોરોનાવાયરસ બદલાતા નેતૃત્વની વાતે જોર પકડ્યું તો તેની સાથે જ વિજય રૂપાણી ની જગ્યાએ એક નામની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. રૂપાણી ની જગ્યાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ગુજરાતની કમાન સોંપવાની ચર્ચા શરૂ થઈ ગઈ. જોકે આ તમામ ચર્ચા ઉપર મનસુખ માંડવિયાએ ગુરુવારે સાંજે વિરામ લગાવી દીધું.
મનસુખ માંડવિયાએ શું કહ્યું
મનસુખ માંડવિયા ગુરુવારની સાંજે ટ્વિટ કર્યું કે આખી દુનિયા કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહી છે. ગુજરાત ની સાથે પણ એવું થઈ રહ્યું છે. રાજ્ય સીએમ રૂપાણીના નેતૃત્વમાં છે.આ સમયે સીએમ બદલવા વગેરે વિશે અફવાઓ ફેલાવી લોકોના હિતમાં નથી. હું લોકોને આગ્રહ કરું છું કે આ પ્રકારની અફવાઓ ના ફેલાવો.જણાવી દઈએ કે આનંદીબેન પટેલના 75 વર્ષથી વધારે ઉંમર થયા બાદ પાણીને ગુજરાતના મુખ્યમંત્રી નું પદ સંભાળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news