હાલ પોરબંદર (Porbandar)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે પોરબંદરના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં ક્ષાર યુક્ત પાણીના કારણે કિડની (kidney)ઓને લગતી બીમારીઓ ખૂબ જ વધતી જાય છે. તેમજ આ જિલ્લામાં સૌથી વધારે પથરીના દર્દીઓની સંખ્યા નોંધવામાં આવી છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દર્દીના પિતાશયમાંથી એવી વસ્તુ મળી આવી છે કે, જે જોઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, પોરબંદરની આનંદ હોસ્પિટલના જામનગર જિલ્લાના વાસજાળીયા ગામના દર્દીનું જ્યારે ડોક્ટર દ્વારા પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન પિતાશયમાં પથરીની સંખ્યા જોઈ ડોક્ટરો પણ ચોકી ગયા હતા. આ દર્દીના પેટમાં માત્ર એક બે નહીં, પરંતુ 330 કરતા પણ વધુ પથરીઓ નીકળી આવી હતી. જેને જોઈને ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા હતા.
આ અંગે દર્દીનું ઓપરેશન કરનાર ડોક્ટર કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે, પિતાશયમાં જ્યારે પથરીનું ઓપરેશન કરવામાં આવે છે ત્યારે વધુમાં વધુ અમે અમારી જિંદગીમાં 15 જેટલી પથરીઓ દર્દીના પેટમાંથી નીકળતી જોઈ છે. પરંતુ આ દર્દીના પેટમાંથી એક સાથે 330 પથરીઓ નીકળતા તે ખરેખર મેડિકલ સાયન્સ માટે પણ ઝટકા સમાન છે. ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ એક નવો કેસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.