વાંદરાને જોઇને દરેક લોકો પીછેહઠ કરે છે તેમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે, તે ગમે ત્યારે હુમલો કરી શકે છે. પરંતુ જો વાંદરાઓનું ઝૂંડ તમારી સામે આવે તો તમે શું કરશો? હા ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. થાઇલેન્ડના રસ્તાઓ પર આવી જ કઈક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થાઇલેન્ડના રસ્તાઓ પર સેંકડો વાંદરાઓ એક સાથે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાંદરાઓને નજીકમાં રહેલા મંદિરમાં મુસાફરો આવે છે જે વાંદરાઓને ખાવાનું આપે છે. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે આ મંદિરે કોઈ આવતું નથી. જેને લીધે વાંદરાઓ ખુબ જ ભૂખ્યા છે. એટલું જ નહીં, જયારે વાંદરાઓને લોપબૂરીના મંદિરમાં ખોરાક ન મળી શક્યો. જેને લીધે વાંદરાઓ રસ્તા પર આવી ગયા. રસ્તા પર અચાનક જ આટલા બધા વાંદરા આવી જતા અંદાજે ચાર મિનિટ સુધી ટ્રાફિક થઇ હતી અને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
વાંદરાઓએ તો પોતાનો ખૌફ જમાવી દીધો અને વાહનોને આગળ જ ન વધવા દીધા. ભૂખને લીધે વાંદરાઓ આમથી તેમ ભાટકી રહ્યા છે. તો કેટલીક વાર લોકોની પાસે થેલી જોઇને તેમના પર ભૂખના માર્યા હુમલો કરી રહ્યા છે.
કોરોનાને કારણે ખુબ જ ઓછા પ્રવાસીઓ આવે છે જેને લીધે વાંદરાઓને ખાવાનું મળતું નથી અને ભૂખ્યા ભોજનની શોધ માટે આમ તેમ ફર્યા કરે છે. અધિકારીઓ દ્વારા નસબંધી કાર્યક્રમ ચલાવીને વાંદરાની વસ્તીને નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.