ત્રણ મિત્રોએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા 12 વર્ષના તરૂણે આપઘાત કરવો પડ્યો- જાણો વિગતે

બગસરાનાં લીલીયા તાલુકાના સલડી ગામમાં થોડા દિવસ પહેલા જ 12 વર્ષના તરૂણે આત્મહત્યા કરી લેતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી,પણ આ આપઘાતનાં કેસમાં…

બગસરાનાં લીલીયા તાલુકાના સલડી ગામમાં થોડા દિવસ પહેલા જ 12 વર્ષના તરૂણે આત્મહત્યા કરી લેતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી,પણ આ આપઘાતનાં કેસમાં એક નવો વળાંક જ સામે આવ્યો છે. જેમાં મૃતક તરૂણની સાથે 3 સગીરોએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હોવાની પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા હોબાળો મચી જવા પામ્યો છે.

લીલીયા તાલુકામાં આવેલ સલડી ગામમાં રહેતા સુમિતભાઈ ડેરે પોલીસ ફરિયાદમાં જણાવતાં કહ્યું છે,કે તેમની પત્ની અને પુત્રી સાથે ગઈ તા.ર૮ના રોજ અમરેલી ખરીદી કરવા માટે ગયા હતા. ત્યારે તેનો ૧ર વર્ષનો પુત્ર ઘરે એકલો હોય ખરીદી કરી ઘરે આવ્યા પછી તપાસ કરતા તરૂણ બાથરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતો,જેથી તરૂણનું પોષ્ટમાર્ટમ કરવામાં આવતા,તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય થયુ હોવાનું બહાર આવ્યુ હતુ.

તરૂણ છેલ્લાં થોડાં સમયથી ચુપચુપ રહેતો હોય,અને તેના સગીર મિત્રો સાથે રમતો હોય ત્યારે તેની સાથે રમી રહેલાં 3 સગીરોએ તરૂણની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હોવાની શંકા સાથે 3 સગીરોની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.આ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.આ ચકચારીનાં આપઘાત કેસમાં પોલીસે ધોરણસરની તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *