દરેક મા બાપને દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરવાની ચિંતા હોય છે, દરેક મા-બાપનું હોય છે કે તે પોતાની દીકરીના લગ્ન ઉમરગામ થી કરે અને કોઈ પણ વસ્તુની કમી રહેવા ન દે. પરંતુ દીકરીના લગ્ન સમયે એકદમ લાખો રૂપિયા ભેગા કરવા મુશ્કેલી બની જાય છે.
એટલા માટે આજે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે તમારી દીકરી માટે રોકાણ કરી શકો છો અને તમારી દીકરીના લગ્નના પહેલા લાખોપતિ બની શકે છે. તમે તમારી દીકરી માટે ગાડી અને બંગલા ની વ્યવસ્થા કરી શકો છો.તેના માટે તમારે દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવવું પડશે.
આ એકાઉન્ટ તમે તમારા નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલાવી શકો છો. આપ સ્કીમમાં રોકાણ ગરબા થી તમને ટેક્સમાં પણ છૂટ મળશે. તમે તમારી દીકરી ના નામે આ સ્કીમમાં 14 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. ત્યારબાદ તમારી દીકરીના 21 વર્ષ થયા બાદ આ એકાઉન્ટમાં રહેલા પૈસા ની અવધી પાકે છે. ત્યારબાદ તે એકાઉન્ટમાં જમા કરાવેલી રકમ ઉપર દીકરી ના લગ્ન થવા સુધી વ્યાજ મળતું રહેશે.
કેવી રીતે?
માની લો કે તમે તમારી એક વર્ષની દીકરીનાં નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી તેમાં 14 વર્ષ સુધી દરેક મહિને 12500 રૂપિયા રોકાણ કરો છો. તો હાલ ના વ્યાજ દર ના હિસાબે તમારી દીકરી 21 વર્ષની થશે ત્યારે તેના એકાઉન્ટમાં કુલ ૭૭,૯૯,૨૮૦ રૂપિયા જમા થશે.
અને જો દીકરી ના લગ્ન ૨૫ વર્ષની ઉંમરે નથી થતાં તો આ રકમ ઉપર વ્યાજ મળતું રહેશે અને ૨૫ વર્ષની ઉંમરે તેના એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાથી પણ વધારે જમા થઈ જશે. આ યોજના અંતર્ગત ૧૪ વર્ષમાં કુલ ૨૧ લાખ રૂપિયા રોકાણ કરશો અને તમારી દીકરીને એક કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મળશે.
સુકન્યા સમૃદ્ધિ સ્કીમ માં હાલના સમયે 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં કોઈપણ વ્યક્તિ એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. તમે તમારી એક વર્ષથી 10 વર્ષની ઉમરની દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકો છો.