ફિલ્મો ઉપરાંત બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટી પોતાની પત્ની સાથે મળીને ચલાવે છે કરોડોનો બિઝનેસ

સુનીલ શેટ્ટીની પાસે એકથી એક ચડિયાતા ફ્લેટ, ગાડીઓ, કાર, બાઈક, રેસ્ટોરેન્ટ રહેલાં છે. આની સિવાય તે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવી રહ્યાં છે, પરતું તેમની કમાણી પત્ની માના શેટ્ટીથી ખુબ ઓછી છે. સુનીલ શેટ્ટીએ માના સાથે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા.

લગ્ન પહેલા તેઓ બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. શું તમે જાણો છો કે ,સુનીલ શેટ્ટીની પત્ની ખુબ જાણીતી બિઝનેસ વુમન છે. સુનીલ શેટ્ટીની પત્નીનો ઘણાં ક્ષેત્રોમાં પોતાનો વ્યાપાર ફેલાવ્યો છે. આજે અમે આપને માના શેટ્ટીની સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો જણાવવા માટે જઈ રહ્યાં છીએ.

માના તથા સુનીલ શેટ્ટીની જોડી બોલીવુડની ચર્ચિત જોડીઓ પૈકીની એક છે. દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીની પત્ની માના શ્રેષ્ઠ બિઝનેસ વુમન તરીકે ઓળખાય છે. તેઓ પોતાના પતિના તમામ બિઝનેસમાં મદદ કરે છે. બોલીવુડના કેટલાંક સ્ટાર ફિલ્મોની સિવાય પોતાની અમીરી તેમજ મિલકત માટે પણ ઓળખાય છે.

કેટલાંક અભિનેતાની પત્નીઓ તો પોતાના પતિ કરતા પણ વધારે અમીર હોય છે. જયારે બોલીવુડ અભિનેતાઓની અમીર પત્નીઓની વાત કરવામાં આવે ત્યારે તેમાં દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીનો સમાવેશ થાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માના શેટ્ટીની પોતાની એક અલગ છાપ ઉભી કરે છે. તે કોઈ સુપરવુમનથી ઓછી નથી.

માના શેટ્ટી ભલે જ ફિલ્મી પડદા પર દેખાતી નહી હોય, પરંતુ તે એક ઉત્તમ બિઝનેસ વુમન છે. એકસાથે જેટલા બિઝનેસ સંભાળી રહી છે તેના વિષે જાણીને તમામ વ્યક્તિ આશ્વર્યચકિત થઈ જાય છે. માના શેટ્ટી એક સફળ બિઝનેસ વુમન છે. આની સાથે જ તે એક સફળ સોશિયલ વર્કર તેમજ રિયલ એસ્ટેટ કવીન છે.

માના શેટ્ટીએ પોતાના પતિ સુનીલ શેટ્ટીની સાથે મળીને S2 નામનો એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે મુંબઈમાં કેટલાંક લક્ઝરી વિલા બનાવ્યા છે. અંદાજે 6,500 સ્કવેર ફૂટમાં ફેલાયેલ વિલામાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ રાખવામાં આવી છે.

આની સિવાય માના શેટ્ટી એક લાઇફસ્ટાઇલ સ્ટોર પણ ચલાવી રહી છે કે, જેમાં સજાવટથી લઈને રોજિંદા ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. માના શેટ્ટી સામાજિક કામો સાથે પણ સતત જોડાયેલી રહે છે. તેઓ ‘સેવ ધ ચિલ્ડ્રન ઇન્ડિયા’ નામના NGO સાથે જોડાયેલ છે.

NGO માટે ફંડ એકત્ર કરવા માટે માના શેટ્ટી સમયાંતરે ‘આરાઇશ’ ના નામથી પ્રદર્શનનું આયોજન કરે છે. તેમાંથી જે રકમ આવે છે તેનો ઉપયોગ છોકરીઓ તેમજ મહિલાઓની જરૂરિયાત માટે કરવામાં આવે છે. મળેલ જાણકારી પ્રમાણે, સુનીલ શેટ્ટી વર્ષે અંદાજે 100 કરોડ રૂપિયાની કમાણી કરે છે, અને આ કમાણીમાં તેમની પત્ની અગત્યની ભૂમિકા ભજવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *