સુપ્રીમ કોર્ટે તેના એક આદેશમાં દેશના ઘણા રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો છે. દેશની સૌથી મોટી કોર્ટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ અને સીપીઆઈ, એનસીપી સહિત કુલ 8 પક્ષો પર આ દંડ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં ભાજપ અને કોંગ્રેસને 1 લાખ રૂપિયા જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને CPM ને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
હકીકતમાં, સુપ્રીમ કોર્ટે આઠ પક્ષોને બિહારની ચૂંટણી દરમિયાન તેમના ઉમેદવારોનો ફોજદારી રેકોર્ડ મીડિયામાં પ્રકાશિત ન કરવા બાબતે તેના આદેશનું પાલન ન કરવા બદલ તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા છે. જે બાદ કોર્ટે જેડીયુ, આરજેડી, એલજેપી, કોંગ્રેસ, ભાજપ, સીપીઆઈને 1-1 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સીપીએમ અને એનસીપીને 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોનાં ફોજદારી રેકોર્ડની માહિતી તેમની વેબસાઇટ પર મુકવી જોઇએ. કોર્ટે ચૂંટણી પંચને એવી એપ બનાવવા માટે પણ કહ્યું છે જ્યાં મતદારો આવી માહિતી જોઈ શકે. આ સાથે કોર્ટે એવું પણ કહ્યું છે કે પક્ષના ઉમેદવારને પસંદ કર્યાના 48 કલાકમાં ફોજદારી રેકોર્ડ મીડિયામાં પ્રકાશિત કરવા જોઈએ. જો આદેશનું પાલન ન થાય તો સુપ્રીમ કોર્ટને જાણ કરવાનો આદેશ પણ કમિશનને આપવામાં આવ્યો છે.
આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે મંગળવારે અન્ય એક મહત્વના આદેશમાં કહ્યું કે સરકારી વકીલો હાઇકોર્ટની પરવાનગી વિના ફોજદારી પ્રક્રિયા સંહિતા (CRPC) હેઠળ આરોપી કાયદા ઘડનારાઓ સામે નોંધાયેલા ફોજદારી કેસો પાછી ખેંચી શકતા નથી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, ન્યાયમૂર્તિ વિનીત સરન અને ન્યાયમૂર્તિ સૂર્ય કાંતની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે રાજકારણીઓ સામે નોંધાયેલા કેસોની તપાસ કરવા માટે તે સુપ્રીમ કોર્ટમાં વિશેષ બેન્ચની રચના કરવા પર પણ વિચાર કરી રહી છે.
જજે આદેશ આપ્યો કે સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોની સુનાવણી કરતી વિશેષ અદાલતોના ન્યાયાધીશોને આગામી આદેશ સુધી બદલી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલોને નિર્ધારિત ફોર્મેટમાં કાયદા ઘડનારાઓ વિરુદ્ધના કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે તેની માહિતી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.