સુરત (Surat) શહેરમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સુરત શહેરના વેસુ (Vesu) વિસ્તારના વીઆઈપી રોડ (VIP Road) ઉપર આવેલા એક શોપિંગ સેન્ટરમાં આયુર્વેદિક મસાજ (Ayurvedic Massage) ના નામે, ચાલી રહેલા કુટણખાનાનો પર્દાફાશ સુરત પોલીસે (Surat Police) કર્યો છે.
મળતી માહિતી અનુસાર, આગમ શોપિંગ વર્લ્ડ ની પાસે આવેલા મહાલક્ષ્મી ડ્રીમના બીજા માળે આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલી રહેલા સ્પામાં મોટા પાયે કુટણખાનું ધમધમી રહ્યું હતું. રવિવારના રોજ બપોરે પોલીસના ડી સ્ટાફને બાતમી મળી હતી કે, અહીંયા સ્પાની આડમાં વેશ્યાવૃત્તિ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
બાતમી મળતા જ, પોલીસે ડમી ગ્રાહકો સ્પા મોકલ્યા હતા. જ્યાં મોટા પાયે કુટણખાનું, સ્પા ના માલિક, મેનેજર સહિત છ જેટલા ગ્રાહકો રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા. સાથોસાથ જાણવા મળ્યું છે કે, આ સ્પામાં 20 યુવતીઓ કામ કરતી હતી.
જ્યારે પોલીસે રેડ કરી, ત્યારે ૧૦ જેટલા કેબિનમાં 16 થી વધુ નબીરાઓ મળી આવી હતી. અન્ય ત્રણ કેબીન ત્રણ યુવતી અને ત્રણ ગ્રાહકો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસે 20,960 રોકડ રકમ, કેટલાય નિરોધનો પેકેટ સાથે 30,960નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
કઢંગી હાલતમાં પકડાયેલા છ ગ્રાહકો માંથી બે હીરાના વ્યાપારી અને એક એમ્બોઇડરી અને ઝરીના વેપારી હતા. વધેલા બે વ્યક્તિમાંથી એક રિક્ષા ચાલક અને એક સિક્યુરિટી ગાર્ડ હતો. વધુ તપાસ કરતા પોલીસને જાણ થઈ હતી કે, છેલ્લા ચાર મહિનાથી સ્પા ચાલી રહ્યું હતું. અનુરાગ તિવારી નામનો વ્યક્તિ તેમના સાગરીતો સાથે મળીને સ્પા ચલાવી રહ્યો હતો.
સ્પા માંથી જે ૨૦ જેટલી યુવતીઓ પકડાઈ, તેમાંની 15 યુવતીઓ કોલકત્તાની અને બે યુવતીઓ યુપીની અને એક મહારાષ્ટ્રની હતી. જ્યારે બે યુવતીઓ સુરતની જ હતી. સ્પા ચલાવનાર દેહવ્યાપરના ધંધામાંથી 50% રકમ મહિલાઓને આપતા હતા. ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા લઈને 1,000 મહિલાને આપતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.