સુરતની 14 વર્ષય કિશોરી સાથે નજીકના સંબંધી એ જ આચર્યું દુષ્કર્મ અને પછી…

સુરત શહેરના સલાબતપુરાના માનદરવાજા વિસ્તારમાં 14 વર્ષની કિશોરી સાથે તેના સગા 40 વર્ષીય વિધુર માસા એ વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી કરી દીધી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર માન દરવાજા વિસ્તારમાં 14 વર્ષની મનીષા( નામ બદલ્યું છે) બે ભાઈઓ સાથે રહે છે. તેની મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. તેના ઘરેથી થોડા અંતરે તેના વિધુર માસા રહે છે. તે મજુરી કામ કરે છે.

મનીષાની માસીનું મોત થતાં તેના માસાએ બીજા લગ્ન કર્યા હતા. જેની સાથે લગ્ન કર્યા તે મહિલાનું પણ મોત નિપજ્યું હતું. માસા અવાર-નવાર રાગિણીને રૂપિયા આપતો, ઘણી વખત કપડા લઈ આપતો હતો. ત્યાર બાદ તેને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો.

માર્ચ મહિનામાં પરિવારને ખબર પડતા તેમણે માસાને માર્યો હતો. ત્યાર બાદ મનીષા તેની બહેનના ઘરે રહેવા ગઈ હતી. ત્યાં ગયા બાદ તેનું પેટ વધવા લાગતા તેની બહેન હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલ લઇ જતાં ખબર પડી કે રાગિણીને સાતેક મહિનાનો ગર્ભ છે. રાગિણીના ભાઈએ માસા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે માસાને પકડી લીધો હોવાની માહિતી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *