ત્રિશુલ ન્યુઝ ના અહેવાલ બાદ પોલીસે કરી કાર્યવાહી, જાહેરમાં હુકો પીને ખંજર વડે કેક કાપનાર યુવકની કરી ધરપકડ

છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાની અનેક ઘટના સામે  આવી છે. ત્યારે આજે ફરી એક વખત સુરતના સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પહેલા બુટલેગર પછી પોલીસ કર્મચારી, રાજકીય આગેવાન અને હવે એક યુવાને જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી છે.

ત્રિશુલ ન્યુઝ ના અહેવાલ બાદ પોલીસ સફાળી જાગી અને જાહેરમાં બર્થડે ની ઉજવણી કરનાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના લાલગેટ સુરત પીરખજુરી મસ્જીદની સામે સૈયદવાડા સર જે.જે.સ્કુલની બાજુમાં જાહેરમાં કેટલાક ઇસમો રાત્રીના કરફ્યુના સમયમાં બર્થડે ની ઉજવણી માટે ભેગા થયા હતા. તા-૦૮/૦૬/૨૦૨૧ ના રોજ લાલગેટ પો.સ્ટે.પાર્ટ-એ.ગુ.ર.નં ૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૨૬૯, ૧૮૮ તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ તથા ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ ની કલમ ૧૩(૧), તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ નો ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ યુવાન કેક કાપવા સાથે હુક્કાના પણ દમ મારતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, જન્મદિનની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઇન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેર નામની પણ એસી તેસી કરતા જોવા મળ્યા હતા. આ યુવાનનો જન્મ દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ  થતાની સાથે સુરતની લાલ ગેટ પોલીસે આ યુવાન પર કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે આ વીડીયો વાયરલ થતાની સાથે સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી.

અકરમ ઉર્ફે બન્નુ મોહંમદ અસરફ શેખ તેના જન્મ દિવસની ઉજવણી કરતો જણાઇ આવેલ તેમજ આજુબાજુમાં બીજા ઇસમો ભેગા થયેલ હોય જેઓને સ્ટાફના માણસો ઓળખી જતા વીડીયોમાં કેક કાપતો દેખાતો ઇસમ નામે (૧) અકરમ ઉર્ફે બન્નુ S/O મોહંમદ અસરફ શેખ રહે,૨૦૨ પીરખજુરી બિલ્ડીંગ સૈયદપુરા માર્કેટ સોસા મોહલ્લો લાલગેટ સુરત તથા તેની આજુ-બાજુમાં ભેગા થયેલ બીજા ઇસમો (૨) સોએબ ઉર્ફે ટીપુ S/O ગુલામ જમાદાર ઉ.વ.૩૬ ધંધો.વેપાર ફ્લેટ નં.૪૦૧,નસેમન એપાર્ટમેન્ટ,સર જે,જે સ્કુલ ની સામે શાહપોર લાલગેટ સુરત (૩) અબુ બકર S/O નજીર અહમદ મંન્સુરી ઉ.વ.૩૭ ધંધો.દલાલી રહે.ઘ.નં.૧૨/૨૨૫૪,માછીવાડ લાલગેટ સુરત (૪) ઓસામા S/O ગુલામા મુસ્તુફાની અટક કરી અટકાયતી પગલા લીધેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *