આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ત્યારે હવે સુરત શહેરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના વાયરલ વિડીઓ અંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ધરપકડ કરી લીધી છે. જોવા જઈએ તો થોડા સમય પહેલા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો એક વિડીઓ એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો.
આ વાયરલ કરવામાં આવેલ વિડીઓ અંગે સુરત શહેરની વરાછા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે આમ આદમી પાર્ટી સુરત દ્વારા વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ આપના કોર્પોરેટરો અને આપના કાર્યકરોએ નારેબાજી કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરી રહ્યા છે. સાથે તમામ કાર્યકરો અને આમ આદમી પાર્ટીના નેતાઓએ વરાછા પોલીસ સ્ટેશનમાં રામધુન બોલાવીને અનોખો વિરોધ નોંધાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.