AAP corporator Jitendra Kachdiya: સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના(AAP corporator Jitendra Kachdiya) ઘરમાં આગનો બનાવ બન્યો છે. ઘરમાં આગ લાગતા પરિવારના 6 સભ્યો કૂદીના બાજુના ઘરમા જતા રહેતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 17 વર્ષીય પુત્ર આગમાં ફસાઇ જતા તેનું મોત દર્દનાક મોત નીપજ્યું હતું. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોડી રાતે 2 વાગ્યાની આસપાસ સુરતના મોટા વરાછા સ્થિત આનંદધારા સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરે કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આગના કારણે ઘરમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જ્યારે 6 સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા પરંતુ 18 વર્ષીય પુત્ર પ્રિન્સ ફસાઈ જતા તેનું મોત થયું છે.
આપના કોર્પોરેટર જિતુ કાછડિયાના પુત્રનું મોત
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં આપના કોર્પોરેટર જિતુ કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું છે. પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં જ આગે ભીષણરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ધૂમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો. બીજા માળે જીતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્યો સૂતા હતા. આગની ઘટનાની જાણ થતા આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા. જેને તેના કાકાએ ધૂમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા.ત્યારબાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઉતરી શકાય તેવી સ્થિતિ ન હતી.
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો
પરિવારના છ સભ્યો બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધૂમાડાના કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. દરમિયાન આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો. જેથી ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગમાં ઘર વખરી સહિતનો સમાન બળી ગયો હતો. જયારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું મકાન હતું. જેમાં પહેલા માળે આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. આગમાં ફર્નીચર, ઘર વખરી, એલીવેશન, બારી બારણા સહિતનો સમાન બળી ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App