સુરતમાં આમ આદમી પાર્ટીના ૨૭ જેટલા કોર્પોરેટર ચૂંટાઈ આવતા આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીએ સવારે ૮ કલાકે આગમન બાદ કેજરીવાલ સુરતના અલગ અલગ સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજશે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
શું છે કાર્યક્રમ?
સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન પાર્ટીના પદાઘીકારીઓ/કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત થયા બાદ એરપપોર્ટ થી સકીઁટ હાઉસ જશે જ્યાં અલગ અલગ સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજશે. ત્યાર બાદ બપોરે 3:00 વાગે સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે.
આ મેગા રોડ શો નો રુટ ક્યાંથી રહેશે?
પ્રસ્થાન: મીનીબજાર (માનગઢ ચોક)થી હિરાબાગ સર્કલ પહોચીને રચના સકઁલ થઇ કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પુર્ણાહુતી અને જનસભા સંબોઘન કરશે. આ કાર્યક્રમ તક્ષશિલા આર્કેડ નજીક સમાપન થશે તેવી પ્રાથમિક જાણકારી આપવામાં આવી છે. આ કાર્યક્રમ બાદ સાંજે 7:00 વાગે સુરત એરપોટઁ પરથી દિલ્હી જવા રવાના થશે.
ચૂંટણી અગાઉ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આમ આદમી પાટી સરકારના મોડેલને પણ લોકો સમક્ષ મૂક્યું હતું. તેમજ આ વખતે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ચુંટણી પૂર્વે પ્રવાસ કરીને લોકોમાં વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના રોડ શોમાં જંગી જનમેદની ઉમટી હતી ત્યારે હવે કેજરીવાલની રેલીમાં પણ મોટી જનમેદની ઉમટી પડશે તેવી સંભાવનાઓ રહેલી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2021માં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામોએ નવા રાજકીય સમીકરણો ઉમેર્યા છે. જેમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપે છ મહાનગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી છે. જો કે આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં સામે આવેલા નવા પરિવર્તનમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારોમાં 27 બેઠકો પર વિજય મેળવીને વિધિવત રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જેમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાટીદાર આંદોલનનો ચહેરો એવા ગોપાલ ઇટાલિયાને પ્રમુખ બનાવીને પોતાની લક્ષ્ય પાર પાડી લીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle