4 વર્ષની બાળકી સાથે શિક્ષિકાનું ક્રૂરતાભર્યું વર્તન! જુઓ કેવી રીતે 4 વર્ષની વિદ્યાર્થિનીને પીઠ પર 35 લાફા મારી દીધા

school teacher slaps kg girl student in surat: સુરતમાંથી શિક્ષિકાની ક્રૂરતા સામે આવી છે. જુનિયર કેજીમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીને શિક્ષિકાએ પીઠ પર 35 અને ગાલ…

school teacher slaps kg girl student in surat: સુરતમાંથી શિક્ષિકાની ક્રૂરતા સામે આવી છે. જુનિયર કેજીમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીને શિક્ષિકાએ પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા માર્યા હોવાની ઘટના સામે આવી છે. જેથી વિદ્યાર્થિનીના પરિવાર સહિત અન્ય વિદ્યાર્થીઓના પરિવારમાં પણ રોષ ફેલાયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હોવાથી હવે શિક્ષિકા સામે પગલાં લેવામાં આવે છે કે નહીં તે આગળનો સમય બતાવશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં કારગીલ ચોકની સાધના નિકેતન સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 વખત થપ્પડ માર્યાનો વાલીએ આક્ષેપ કર્યો છે. બાળકીના માતા પિતાએ ફરિયાદ કરતાં જણાવ્યુ છે કે, બાળકી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલાવતી વખતે તેના શરીર પર ઇજાના નિશાન દેખાયા હતા.

માતાપિતા દ્વારા બાળકીને પૂછતા બાળકીએ કહ્યુ હતુ કે, ટીચરે માર્યુ છે. આ શરમજનક ઘટના શાળાના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ છે. જેમાં શિક્ષિકા વિદ્યાર્થિનીને મારતી હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ ઘટનાના સીસીટીવી વાયરલ થઈ જતાં શહેરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.

મળતી માહિતી અનુસાર, શહેરની કપોદ્રા વિસ્તારની સાધના નિકેતન શાળામાં કેજીમાં ભણતી વિદ્યાર્થિનીના માતા પિતાએ ફરિયાદ કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, શાળાની શિક્ષિકાએ ક્લાસ રૂમમાં જ કેજીમાં ભણતી બાળકીને 35 થપ્પડ માર્યા છે. બાળકી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલવતી વખતે માતાએ તેના શરીર પર ઇજાના નિશાન જોયા હતા. જે બાદ માતાપિતાએ તેને પૂછતા બાળકીએ આ વાત જણાવતા કહ્યુ હતુ કે, ટીચરે માર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *