સુરત(Surat): શહેરમાં અવાર નવાર જન્મદિવસની ઉજવણી(Birthday celebration)ના વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે. જેમાં ઉજવણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સના ખુલ્લેઆમ લીલેલીરા ઉડતા જોવા મળે છે. ત્યારે આવો જ એક જન્મદિવસની ઉજવણીનો વિડીયો(Birthday Celebration Video) સામે આવ્યો છે.
View this post on Instagram
ત્યારે હવે શહેરમાં રાત્રી કરફયુ હોવા છતાં અઠવા પોલીસ(Athava police) વિસ્તારની હદમાં આવતા મકાઈ પુલ પર જાહેરમાં ફટાકડા અને તલવાર વડે બર્થ ડે ની ઉજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. યુવક રાત્રી કર્ફ્યુંમાં અને જાહેરમાં જ તલવાર વડે કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વાયરલ થઇ રહેલા વિડીયોને જોતા તો એવું લાગી રહ્યું છે તેને પોલીસનો કોઈ ડર કે ખૌફ જ ન રહ્યો હોય. વાયરલ થઇ રહેલા વિડીયોને આધારે શું અઠવા પોલીસ આ યુવક પર કાર્યવાહી કરશે તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.
આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પ્રશાસનની કામગીરી પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. શું પોલીસ આ અસામાજિક તત્વો સામે કોઈ કડક કાર્યવાહી કરશે ખરી? કે પછી મુક પ્રેક્ષક બનીને આ પ્રકારની ઉજવણીને જોતી જ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.