સુરતમાં રાત્રી કર્ફ્યું હોવા છતાં પણ ચોરી, લુંટફાટ, હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહ્યી છે. આ દરમિયાન ફરીવાર ખટોદરામાં એક બંગલામાંથી મોડી રાત્રે 7 લાખની રોકડ ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ખટોદરા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરતમાં મોડી રાતે કર્ફ્યૂ લાગી જતા કોઈપણ વ્યક્તિની અવરજવર હોતી નથી. જોકે એવા સમયમાં પણ ચોરી લુંટફાટ, હત્યા જેવી ગંભીર ઘટના બને તે ચોકાવનારી વાત છે. આ દરમિયાન ખટોદરા વિસ્તારમાં કર્ફ્યૂ દરમિયાન ચોરી થવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ચોર હાથફેરો કરીને ભાગી ગયા હતાં. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ખટોદરા વિસ્તારમાં આવેલા બંગલામાં પ્રવેશીને રૂપિયા 7 લાખની રોકડ ચોરી કરી થઇ છે. મહત્વની બાબત એ છે કે, રાત્રે કર્ફયૂના સમયે પણ તસ્કરો પોલીસને ચકમો આપીને ઘટનાને અંજામ આપવામાં સફળ થઇ રહ્યા છે. બંગ્લામાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં.
બંગ્લાના માલિકે પોલીસને ઘટના વિશેની માહિતી આપતા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાની તપાસ કરતા CCTV ફૂટેજના ચોરી કરવા આવનાર ઇસમો ઝડપાયા હતાં. CCTV ફુટેજમાં ઘરમાંથી ચોરી કરીને 7 જેટલા ઈસમો બહાર નીકળતા દેખાયાં હતાં. આ ઉપરાંત પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ચડ્ડીધારી ગેંગે ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. CCTVના ફુટેજના આધારે ખટોદરા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મોડી રાતે કર્ફ્યૂ હોવાં છતાં આ ચડ્ડીધારી ગેંગ બંગલામાં કેવી રીતે પ્રવેશી તે તપાસનો વિષય છે. ચડ્ડીધારી ગેંગના આ તસ્કરો ક્યાંથી આવ્યા હતાં. તે અંગે હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. કર્ફ્યૂના કારણે શેરી મહોલ્લાઓમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ રસ્તાઓ પર ઠેર ઠેર ચેકપોસ્ટની માફક અલગ-અલગ પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. છતાં રાત્રિના સમયે આવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.