હાલમાં જયારે શહેરમાં વકરી રહી છે, તે દરમિયાન સંક્રમણને નિયંત્રણમાં લાવવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ટુ-માસ્ક પોલિસીનો અમલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરમાં વકરી રહેલા સંક્રમણને નિયંત્રણમાં લાવવા શહેરીજનોને ‘ટુ-માસ્ક પોલિસી’ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રથમ નાકની ઉપર માસ્ક વ્યવસ્થિત રીતે પહેરવા જયારે બીજુ ‘ઇમ્યુનિટી માસ્ક’ એટલે કે, ડોક્ટરોની સલાહ પ્રમાણે શરીરના ઈમ્યુનિટી વધારવા માટે વિટામીન ડી, સી અને ઝિંકનું જે પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
‘ટેસ્ટ ઈઝ બેસ્ટ’ના મંત્ર સાથે શરીરમાં શરદી, ખાંસી, તાવ, માથું દુઃખવું જેવા કોઈ પણ લક્ષણો જોવા મળે ત્યારે પ્રથમ ટેસ્ટ કરવામાં આવે તો દવા વહેલી શરૂ થાય. જેથી તાત્કાલિક ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. રાજય સરકારની માર્ગદર્શિકાઓનો ચુસ્ત રીતે પાલન કરવા મ્યુ.કમિશનર દ્વારા આ અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો.
1. લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં 50 થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ છે.
2. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી તેમજ અન્ય કોઈ મેળાવડામાં ભેગા થવાં પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ રહેશે.
3. એપ્રિલ અને મે મહિના દરમિયાન દરેક ધર્મના તહેવારોની જાહેરમાં ઉજવણી તેમજ જાહેરમાં લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત તમામ તહેવાર આસ્થા સાથે ઘરમાં પરિવાર સાથે ઉજવી શકો છો.
4. તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી ઓફિસ જેમ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર ઓફિસ, પોલિસતંત્ર તેમજ અન્ય જરૂરિયાત સર્વિસીસ સિવાય તમામ સરકારી કચેરી, અર્ધસરકારી કચેરી, ખાનગી ઓફિસમાં 50 ટકા સુધીના સ્ટાફને હાજરી આપવાની રહેશે તેમજ અલ્ટરનેટ ડે થી કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.
5. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 30 એપ્રિલ સુધી જાહેર જનતા માટે બંધ રહેશે.
6. શહેરના ઇસ્ટ ઝોન-બી, કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનની પરિસ્થિતિને ધ્યાને રાખતા આ ચાર ઝોનના નાગરિકોએ કોવિડની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાની પાની દ્વારા અપીલ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.