સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ગઈ કાલે આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે આસપાસના વિસ્તારના અફર તફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્યુશન કલાસીસના બાળકોને ચોથા મળેથી નીચે છલાંગ લગાવવાની જરૂર પડી હતી. જે કોમ્પલેક્ષમાં આગ લાગી તેમાં એન્ટ્રી અને એક્ઝીટ એક જ હોવાના કારણે શોપિંગની અંદર રહેલા બાળકો નીચે આવી શક્યા નહીં.
આ સમગ્ર ઘટના પછી એક પછી 15 કરતા વધારે મૃતદેહો શીપોંગમાંથી ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. ફાયર સેફટીના અભાવે જો ટ્યુશન ક્લાસમાં આટલી મોટી જાનહાની થતી હોય તો સુરતમાં પણ એવી ઘણી શાળાઓ અને શોપીગો છે કે, જેમાં ફાયરના નિયમોને નેવે મૂકીને બાંધકામ કરવામાં આવ્યા છે.
સુરતના નાના વરાછા વિસ્તારમાં અવેલી સિવિલાઈઝ મોર્ડન સ્કૂલમાં પણ ફાયર સેફટીના નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. આ શાળાના બે માળ ઉપરાંત ત્રીજા મળે પણ પતરાથી ક્લાસ રૂમ બનાવવામાં આવ્યા છે અને શાળાના પહેલા બીજા માળની બારીઓ પર લોખંડની ગ્રીલ મૂકવામાં આવી છે. જો આ સ્કૂલમાં પણ ફાયરની ઘટના બને અને બાળકોને બારીએથી રેસક્યું કરવાની કોશિશ કરવામાં આવે તો પણ ગ્રીલના કારણે નિષ્ફળતા મળે. આ ઉપરાંત સ્કૂલના ટેરેસ પર પતરાનો સેડ લગાડવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી ફિ તો પૂરી લેવામાં આવે છે પણ જો સ્કૂલમાં કોઈ ઘટના બને અને બાળકોને કઈ પણ થાય તો તેની જવાબદારી કોની.
સુરતના યોગીચોકથી કિરણ ચોક જતા રસ્તા પર આવતી આવતી જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલકો દ્વારા પણ નિયમોને નેવી મૂકીને બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ શાળામાં ઘણા બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. આ શાળાની નીચે દૂકાનો આવેલી છે. અને ઉપર બે માળનું બાંધકામ કરવામાં આવેલુ અને તેની ઉપર પતરાના સેડ નાંખીને ત્રિજા માળ પર પણ બાંધકામ કરવામાં આવ્યું છે, શાળામાં પુરતા પ્રમાણમાં ફાયર સેફટીની સુવિધાઓ પણ નથી રાખવામાં આવી. આ શાળામાં કોઈ પણ ફાયરની ઘટના બને અને વિદ્યાર્થીઓને કઈ પણ થાય તેની જવાબદારી કોની.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કિરણ ચોક પર આવેલી સીગ્નસ મોર્ડન સ્કૂલને ફાયબર ફર્નીચરથી એક દમ કવર કરી દેવામાં આવી છે, આ સ્કૂલમાં ફાયરની ઘટના બને તો બાળકોને કેમ રેશ્ક્યું કરવા આગળના ભાગમાંથી બચવા માટે નીકળી શકાય તેવી કોઈ પણ વ્યવસ્થા પણ નથી આ શાળામાં. આ શાળાની નીચેના ભાગના પાન મસાલાની દુકાનો, મેડીકલ, ગેરેજ, સલુન ચાલી રહ્યા છે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીરવી હિન્દી વિદ્યાલયનું બાંધકામ તો એ પ્રકારનું છે કે,શાળાના ગેટની એક દમ બાજુમાં જ પાવર ઇલેક્ટ્રીસીટી ટ્રાન્સફોર્મર આવેલું છે, આ શાળામાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બાંધકામ કરેલુ અને ટેરેસ પર પતરાનો સેડ નાખેલો છે. આ ઉપરાંત શાળામાં જેટલી બારીઓ છે તેને લોખંડથી ગ્રીલથી મઢી દેવામાં આવી છે. જેના કારણે બાળકો મુશ્કેલીના સમયે બારીએથી પણ બહાર ન આવી શકે, આ સ્કૂલમાં હવાની અવર જવર પણ ન થઇ શકે તે રીતે બંધ કામ કરવામાં આવ્યું છે. આ શાળાની નીચે પણ લેસની દૂકાનો આવેલી અને તેની બાજુમાં શાળાની અંદર જવા માટેનો નાનો એવો રસ્તો આપેલો છે.
સુરતના પુણા વિસ્તારમાં આવી બીજી શાળા આવેલી છે જેનુંબાંધકામ પામ આજ પ્રકારે છે. આ શાળાનું નામ છે ખોડીયાર વિદ્યામંદિર શાળામાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બાંધકામ કરેલુ અને ટેરેસ પર પતરાનો સેડ નાખેલો છે અને તેમાં ક્લાસ રૂમ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળામાં જેટલી બારીઓ છે તેમાં પણ લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત પુણાગામમાં વિસ્તારમાં આવેલી શારદા સ્કૂલ ઓફ કોમર્સમાં પણ નિયમોને નેવે મૂકીને બાંધકામ કરવામાં આવ્યું છે. શાળામાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું પાકું બાંધકામ કરવામાં આવ્યું છે અને ત્રીજા માળનું બાંધકામ પતરાના સેડ નાંખીને કરવામાં આવ્યા છે. ઉપરની જેટલી પણ શાળાઓ છે તેમાં એક એક માળ પતરાથી બનાવવામાં આવેલો છે. તો શું આ બાંધકામ કરવાની મંજૂરી ક્યાં નિયમોને આધારે આપવામાં આવી છે તે સવાલો ઉભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.