સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પછી સુરત શહેર કોરોનાના કેસમાં બીજા નંબરે છે. ત્યારે સુરત શહેરમાં પ્રવેશતી વખતે કોરોના ટેસ્ટીંગ કરાવવું ફરીજીયાત કરવામાં આવ્યું છે. ખુબ જ મોટી સંખ્યામાં સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ હીરાના ઉધોગ સાથે સંકળાયેલા છે. સુરત શહેરના વરાછા, કતારગામ, પુણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. જયારે સુરતની બહારથી આવતા લોકોમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ જોવા મળે છે. જેને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગયેલા સુરતવાસીઓ જયારે ફરીથી સુરત આવશે ત્યારે તેમને શરદી, તાવ, ખસી હશે અથવા તો કોઈ પણ પ્રકારના કોરોનાના લક્ષણ હશે તો સુરત શહેરની હદમાં પ્રવેશવા દેવામાં આવશે નહિ. સૌરાષ્ટ્રથી પરત ફરી રહેલા સુરતવાસીઓમાં થોડા પણ કોરોનાના લક્ષણો હશે તો સુરત શહેરમાં પ્રવેશ મળશે નહી. સુરત શહેરમાં પ્રવેશતા જ તમામ લોકોનું ફરજીયાત પણે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે અને દરરોજ નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. અને આ કોરોના કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે કેસોની સંખ્યા 1 લાખને વટી ચુકી છે. જયારે તેની સાથે સુરતમાં પણ કોરોનાના કેસની સંખ્યા 1 લાખને પર થઈ ગઈ છે.
સુરતમાં આવતીકાલે એટલે કે શનિવારે કોરોનાના 2726 જેટલા નવા કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરના 2361 અને સુરત જીલ્લાના 365 જેટલા નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આમ આખા સુરત શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1,02,526 પહોચ્યો હતો. અત્યાર સુધીમાં સુરત શહેરમાં 1295 લોકોને અને સુરત જીલ્લામાં 323 લોકોને મળી ટોટલ 1618 લોકોને કોરોનાએ પોતાના સકંજામાં લીધેલ છે. હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 21,336 પર પહોચી ગઈ છે અને શહેરમાં કુલ 79,572 લોકો કોરોના સામે જંગ જીતી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.