હાલમાં એક એવો સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરત સંજીવની હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સારવાર લઈ રહેલી માતાના મૃત્યુની ખબર પડતાં જ પુત્રએ હોસ્પિટલમાંથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. માતાના મૃત્યુ બાદ આત્મહત્યા કરી લેનાર 24 વર્ષીય નીરવ ધારાસભ્ય ઝંખનાબેનની ઓફિસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, છાયાબેન છેલ્લા 20 દિવસથી સંજીવની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ તરીકે સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન એકના એક પુત્રના આપઘાતને લઈ પિતા પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે. લાજપોરગામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, છાયાબેન સચિનમાં બ્યુટી પાર્લર ચલાવતા હતા. એમના પતિ રાજુભાઇ લાજપોર સ્મશાન ગૃહમાં કામ કરે છે. નીરવ તેમનો એકનો એક દીકરો હતો. માતા-પુત્રના મોતને લઈ આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, છાયાબેનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તાત્કાલિક સુરતની સંજીવની હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં 20 દિવસની સારવાર બાદ તેમનું આજે કરુણ મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ એમના પુત્ર નીરવને કરતા તે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો. માતાના મૃતદેહને જોઈ એણે પણ હોસ્પિટલમાંથી નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. નીરવનો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો હતો. આ દરમિયાન તાત્કાલિક પોલીસને જાણ કરી દેતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
વધુમાં ઉમેર્યું હતું કે, આ ઘટના લગભગ સાંજે 7 વાગ્યાની હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ નીરવ ધારાસભ્ય ઝંખનાબેનની ઓફિસમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ છાયાબેનને કોવિડ ગાઈડ લાઈન મુજબ વિધિ માટે લાજપોર સ્મશાન ગૃહમાં લઈ જવાની તૈયારી કરાઈ રહી છે. ઉપરાંત પુત્ર નિરવનું સવારે પોસ્ટ મોર્ટમ થાય ત્યારબાદ મૃતદેહ મળે પછી અંતિમ વિધિ કરાય તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.