ગુજરાત(Gujarat): હાઈકોર્ટ(High Court) સુધી પહોંચ્યો સુરત(Surat)ના અતિ ધનાઢય પરિવારના પતિ-પત્નીનો પેચીદો મામલો. ધનાઢય પરિવારના દંપતીએ હાઈકોર્ટના દરવાજા ડિવોર્સ (Divorce) માટે ખખડાવ્યા હતા. ત્યારે અન્ય લિવઈનમાં રહેતી પત્નીએ પતી પાસે ભરણપોષણ માટે અરજી કરી હતી. આ મામલે હાઈકોર્ટે ફેસલો આપ્યો કે, પત્ની વ્યભિચારી છે તેવું જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી તમારે ભરણપોષણ ચૂકવવું પડે.
હાલ સુરતના આ દંપતીનો કિસ્સો ખુબજ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એક વેપારી સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. તેમના લગ્ન ડિવોર્સ સુધી પહોંચ્યા છે, તેઓએ ડિવોર્સ માટે અરજી કરી હતી. અને ત્યારે તેમની પત્નીએ ભરષપોષણની માંગ કરી હતી.
ત્યારે વેપારી પતિએ કોર્ટમાં દલીલ કરી કે, તેની પત્નીનો લગ્ન પહેલાથી જ એક યુવક સાથે સંબંધ ચાલી રહ્યો છે. પતિએ કહ્યું કે, અમારી સગાઇ બાદ પણ તે યુવકને મળવા જતી હતી. ત્યારબાદ લગ્ન બાદ હનીમુન પર ગયા ત્યારે તેેણે કહ્યું કે, મારે તારી સાથે પતિ તરીકેના કોઈ પણ સંબંધ રાખવા નથી. અને હું બાળકોને જન્મ પણ નઈ આપું અને તું તારી મરજીથી જીવી શકે છે. અને તેથી પતિએ ભરણપોષણ નઈ ચુકવે તેવી દલીલ કરી.
ત્યારે બીજી તરફ પત્ની કઈ રહી છે કે, મારા પતિના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવાયા હતા. મારા પતિને કોલેજ સમયથી એક યુવતી સાથે પ્રેમ હતો. અને તેથીજ તેમણે મને લગ્નના થોડા સમય બાદ તરતજ તરછોડી દીધી હતી. તેથી જ્યાં સુધી અમારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી મને ભરણપોષણ મળવુ જોઈએ.
દલીલમાં જયારે વકીલે પત્ની વ્યભિચારી હોવાનું કહ્યું ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે આ આ પ્રકારની દલીલો કોર્ટ સમક્ષ ન કરવી જોઈએ. ત્યારે આ વાત પર હાઈકોર્ટે સુનાવણી આપતા કહ્યું કે, જ્યાં સુધી પત્નીના બીજા લગ્ન ન થાય ત્યાં સુધી ભરણપોષણ ચૂકવવું પડશે. હાઈકોર્ટે આદેશ કર્યો કે, 3 વર્ષની બાકી નીકળતી રકમ પત્નીને આરટીજીએસ દ્વારા ચૂકવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.